________________
૧૨૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આ બાજુ રુકિમણીના માતાપિતાએ તિષીને પૂછીને શિશુપાલ સાથે રૂકિમણના લગ્ન નક્કી કર્યા. रुक्मिण्यापि च तल्लग्नं, विनिश्चितं श्रुतं यदा । तदा चिंतातुरा जाता, मा कृष्णवरणेच्छया ॥४७॥ कृष्णस्य शरणं भूया-मरणं शरणं च मे । स्वचित्तालोचमात्रेण, निश्चिकायेति रुक्मिणी ॥४८॥ तथापि कथषामास, पुरतः सा पितृस्वसुः। कृष्णो गृह्णातु मां वाग्नि-- न्यः कोऽपि महीतले।।४९॥
કૃષ્ણને વરવાની ઈચ્છાવાળી રુકિમણી પિતાના લગ્ન નક્કી થયેલા જાણીને ચિંતાતુર બની ગઈ અને “આ જીવનમાં કૃષ્ણ જ મારા શરણ છે નહીતર મરણ એજ મારું શરણ છે. આ પ્રમાણે મનમાં દઢ સંકલ્પ કર્યો. તેણે ફળની આગળ પોતાનો નિશ્ચય જણાવ્યા :-આ જગતમાં વિષ્ણુ જ મારા પતિ થાઓ. નહીતર અગ્નિ એ જ મારું શરણ છે.” समाकये ति रुक्मिण्या, वचनं दुःखगर्भितं । पितृस्वसा जगौ वत्से, माकाषिर्दुःखमुच्चकैः।।५०॥ यदि त्वं कथयस्तर्हि, दुःखं त्वरितमेव ते। निराकर्तुमुपायं च, विदधामि मनीषया ॥५१॥ श्रुत्वा पितृस्वसुर्वाक्यं, वरमित्यभिधाय सा । रुक्मिण्युवाच तत्तूर्ण, कुरु त्वं मम शर्मणे ॥५२॥
રૂકિમણીનાં દુઃખ પૂર્ણ વચન સાંભળીને ફઈએ આશ્વાસન આપ્યું -બેટી, તું જરા પણ ચિંતા કરીશ નહી. જે તારે આ જ દઢ સંક૯પ હોય તે દુઃખને દૂર કરવાના ઉપાય વિચારૂં.' ફઈના આવાં આશ્વાસનનાં વચન સાંભળીને રૂકિમણીએ કહ્યું -“મારા સુખને માટે આપ જલ્દીથી ઉપાય શોધો.” उभाभ्यामपि गोविंद--संगहृद्भ्यां ततो मुदा । मिलित्वा लिखितं पत्रं, ज्ञापयितुं वृषाकपेः ॥५३॥ धनाश्रये सहस्रांशु--दुरे यद्यपि तिष्ठति । तथापि नलीनी भानोः, सरःस्था करमीहते ॥५४॥ द्वारिकायां तथा विष्णोः, संस्थितस्य तवैव हि । समीहते करस्पर्श, रुक्मिणी कुंडिनस्थिता ॥५५॥ पत्रिकायां लिखित्वेति, ताभ्यां प्रेषयितुं ददे । नाम्रा च परिणामेन, दूताय वत्सलाय सा ॥५६॥
ત્યાર પછી બંનેએ મળીને રૂકિમણના હૃદયંગત ભાવને જણાવતા પત્ર કૃષ્ણને લખે. ‘આકાશમાં દૂર રહેલા સૂર્યનાં કિરણોને (કર) જેમ અહી સરોવરમાં રહેલી કમલિની ઇચ્છે છે, તેમ કુંઠિનપુરમાં રહેલી રૂકિમણી દ્વારિકામાં રહેલા આ ૫ વિષ્ણુના કર (હાથ) ની ઝંખના કરી રહી છે.” આ પ્રમાણે પત્ર લખી બંધ કરીને, તે બનેએ “વત્સલ નામના દૂતને પત્ર આપીને દ્વારિકા મોકલ્યા. पत्रिकां तां समादाय, चचाल सोऽपि सत्वरं । अतिक्रम्य बहुं मार्ग, द्वारवतीमवाप्तवान् ॥५५॥