________________
સર્ગ-૪
૧ર૩
અરિસે હોય તો પછી દુનિયામાં બીજે કયાં જોવા જવાની જરૂર? માટે સામે જ નારદ છે, તે તેને બધું પૂછી લઉં. જેથી બધી કલ્પનાને અંત આવી જાય.
એમ વિચારીને કૃષ્ણ પ્રયત્ન પૂર્વક નારદને પૂછ્યું: “સ્વામિન, આવું સુંદર રૂપ તમે કયાંથી લાવ્યા ? મારા સંતોષ માટે આપ કૃપા કરીને જલદીથી કહે.” કારણ કે આ ચિત્રપટના રૂપ દર્શનથી અક્ષોભ્ય એવું પણ મારું મન હાથીના કાનની જેમ ચંચળ બની ગયું છે. સ્તંભન વિદ્યાથી જેમ ખંભિત થઈ જાય, મોહિની વિદ્યાથી જેમ મોહિત થઈ જાય, યાંત્રિક વિવાથી જેમ યંત્રિત બની જાય અને મંત્ર શક્તિથી જેમ મંત્રિત થઈ જાય તેમ મારું મન ક્ષુબ્ધ બની ગયું છે.”
पृष्ट सतीति भूदिष्ट-तुष्टिमरिष्टनाशिनीं । विभ्रददभ्रशुभ्राचि-रमदो नारदोऽवदत् ।। १७॥ कृष्णनाम्नाप्यकृष्णास्य, समाकर्ण्य च निर्णय । अपि दोलायमानात्त्वं, दुखतां चेतसस्त्यज ।। १८॥ न नैर्जरं न गांधर्व, न विद्याधरगं ननु । त्वं विजानीहि मानुष्य-रूपमेतद् वृषाकपे ।। १९॥ श्रीकुंडनपुरे स्फरे, हारे क्षमायोषितो गले विभाति भूपतिर्भीष्म-नामा धामाखिलश्रियां ॥२०॥ तस्य राज्ञी कलाप्राज्ञी, भूता नूता विशारदः। तस्याश्वास्ति ह्यसौ पुत्री, पवित्रीकृतभूतला ।। २१॥ रुक्मिणी नामतः ख्याता, प्रदधाति स्ववर्मणि|आवाल्यादपि रूपेण, रेखां लेखांगनेव च ।। २२॥ वैताढयपर्वते गत्वा, श्रेण्योर्द्वयोरपि खलु । रुपं विद्याधरस्त्रीणां, मयका प्रविलोकितं ॥२३॥ भूतलेऽपि च सर्वस्मि-निरीक्षिता नृपस्त्रियः।रुक्मिणीक्रमणांगुष्ठ-शोभां कापि बिभर्ति न ॥ २४ ॥
કૃષ્ણના અતિ આગ્રહથી તેના નિર્ણયને સાંભળીને નિર્મળ અને પવિત્ર હદયવાળા નારદ સંતોષકારી અને સંતાપને દૂર કરનારી વાણીથી કહે છે.
નામથી કૃષ્ણ પરંતુ ઉજજવલમુખવાળા હે કૃષ્ણ, ચિત્તની ચંચળતાનો ત્યાગ કરે અને દુઃખથી મુક્ત થાઓ. આ કેઈ દેવકન્યાનું, ગાંધર્વ કન્યાનું કે વિદ્યાધરી કન્યાનું રૂપ નથી. પરંતુ માનવ-કન્યાનું સૌદર્ય છે.
આ પૃથ્વીતલ ઉપર પૃથ્વીના હાર સમાન અને લક્ષ્મીદેવીને ક્રીડાગૃહરૂપ કુડિનપુર નામનું નગર છે. ત્યાં ભીષ્મ નામનો રાજા રાજય કરે છે. તેની કલાસામ્રાજ્ઞી વિદૂષી શ્રીમતિ નામની પટ્ટરાણું છે.
તે બંને દંપતીને રૂકિમ નામને રૂપવાન પુત્ર અને રૂપમાં જગતની સ્ત્રીઓના રૂપને ઓળંગી જાય તેવા અદ્દભૂત રૂપને ધારણ કરનારી રુકિમણી નામની પુત્રી છે. ' અરે મરારિ, એ રૂકમણના રૂપનું વર્ણન કરવાની મારી શક્તિ નથી. ખરેખર, મેં વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણીમાં અને ઉત્તર શ્રેણીમાં જઈને વિદ્યાધરીઓનાં રૂપને જોયાં અને ભૂતલમાં લગભગ બધા રાજાઓની રાજરાણીઓ અને રાજકન્યાઓને જોઈ. પરંતુ તે બધીનું રૂપ રૂષિમણના એક અંગુઠા માત્રની શોભા જેવું પણ નથી..