________________
૧૨૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આ સ્ત્રીની બાહલતા કમલની નાળ જેવી મનહર છે. પરંતુ આશ્ચર્ય એ છે કે મૃણાલની નાળમાં કાંટા હોય છે, પરંતુ આની ભુજાલતા કાંટા વિનાની છે.
આ સુંદરીનું હૃદય સમુદ્ર સમાન ગંભીર છે, પરંતુ સમુદ્ર ખારે છે, જ્યારે આમાં ખારાશનું નામ પણ નથી.
સરસ ભોજન કરનારી હોવા છતાં કદરિ (પાતળા પેટવાળી) છે અને રોગ રહિત અને ગુણોથી સહિત છે.
આને કટીબાગ સિંહણના જે મુણિગ્રાહ્ય છે. એની નાભિ જાણે લાવણ્યની કુપી (કુઈ) જેવી છે.
આના બંને નિતંબ પુષ્ટ અને બે બાજુ સરખા છે. એના સાથળ કેળના સ્તંભ જેવા સુકમળ અને જાનુ ગૂઢ છે.
કાચબાની પીઠ સમાન ઉન્નત અને સુંદર બે પગની શોભાથી તેણીના શરીરની શોભામાં એર વધારે લાગે છે.
રક્તકમલમાંથી સાર તો (લાલાશ)ને લઈને જાણે વિધાતાએ ગજગામિની એવી આ સુંદરીના હાથ–પગના તળીયાં અને ન બનાવ્યા ન હોય !
પગથી માથા સુધી લક્ષણે પેત આવું સર્વાંગસુંદરરૂપ કઈ સ્ત્રીનું હશે ? અથવા વ્યંતરી કિન્નરી, દેવકન્યા, પાતાલસુંદરી કે વિદ્યાધરીના રૂપથી અધિક રૂપ ધારી આ કેણ સ્ત્રી હશે!
अहो नारदपांडित्यं, कुत एतद्विलोकितं । वीक्षितं च पटेऽनेन, रूपमालिखितं कथं ॥१०॥ इति प्रत्यक्षमानेना-पीक्षमाणो मुहुर्मुहुः । संशयाश्रितचेतस्कः, केशवो विह्वलोऽभवत् ।। ११ ॥
ખરેખર, નારદનું કેવું પાંડિત્ય છે કે જેને એક વખત જોઈને ચિત્રપટમાં સુંદર રૂપનું સરસ આલેખન કર્યું છે !
આ પ્રમાણે સુંદરીને સાક્ષાત્ જાણે જોતા ન હોય તેમ ચિત્રસુંદરીને વારંવાર જોતા શકિત બનેલા શ્રીકૃષ્ણ વિદ્ગલ બની ગયા. पुनरप्यच्युतोऽवोच-कल्पनैः किं प्रयोजनं । हस्तै ककंकणादर्श-प्रयोजनमिवावनौ ॥ १२॥ अत्याग्रहेण पृच्छामि, नारदमेव केवलं । चिंतयित्वेति गोविंद-स्तमपृच्छत्प्रयत्नतः ॥१३॥ स्वामिन् रम्यमिदं रूपं, समानीतं कुतस्त्वया । सद्यः प्रसद्य हृद्यात्मन् , द्रुतं मे वद तुष्टये ।। १४ ॥ पटस्थेनाप्यनेनाशु, रूपेण मम मानसं । अक्षोभ्यमपि केनापि, क्षोमितं हस्तिकर्णवत् ।। १५ ॥ स्तंभितं स्तंभनेनेव, मोहनेनेव मोहितं । यंत्रितं यंत्रकेणेव, मंत्रकेणेव मंत्रितं ॥१६॥
કૃણ વિચારે છે કે ખાલી કલ્પનાઓ કરવાનું શું પ્રજન? કંકણની જેમ હાથમાં