________________
સગ-૪
૧૧૯
मया त्वं परमाभीष्ट-मित्रत्वेन विचिंत्यसे । ततो मदर्थमानीतं, किंचिदाश्चर्यकारणं ॥७६॥ इति प्रोक्ते मुनिौन-माधाय संस्थितो मुदा । पटे लिखितमाकार-मदर्शयज्जनार्दनं ॥७७॥ तं समालोक्य गोविंद-श्चित्ते तन्मयतां धरन् । मेषोन्मेषावकयो– धाच्चित्रपुमानिव ॥७८॥ अदृष्टचरविभ्राजि-कुतूहलिमनुष्यवत् । पटस्वरूपमालोक्य, सोऽभवच्च सविस्मयः ॥७९॥ तथा भूत्वा कियद्वेलां, दैत्यारिरपि तं मुनि । पप्रच्छ विकलः किं च, स्त्री दृष्ट्वा विकलो न कः॥८॥ स्वामिन्निदं किमालेख्य—मात्रमस्ति पटेऽत्र च । अथवा विद्यमानं किं, कलयाचित्रितं त्वया ॥८१
રૂક્ષ્મણીને ત્યાંથી નીકળી નારદ કેલાસ પર્વત ઉપર જઈ કેટલા દિવસ ત્યાં રહીને ખૂબ જ શાંતિ પૂર્વક એક પટ ઉપર રૂમનું ચિત્ર પોતાની કલાથી આબેહુબ બનાવ્યું. સંતને પણ મેહ પમાડે તેવું ચિત્ર લઈને ત્યાંથી નીકળ્યા. રસ્તામાં વસ્ત્રમાં વિંટાળી ભુજામાં રાખીને કૃષ્ણને બતાવવા માટે દ્વારિકામાં આવ્યા.
ચારણષિની જેમ આકાશમાર્ગેથી આવતા નારદને જોઈને કૃષ્ણ ઊભા થઈને આદરપૂર્વક આસન આપ્યું. આસન ઉપર બિરાજી કૃષ્ણને આશીર્વાદ આપ્યા.
કૃણે પૂછ્યું -સ્વામિન, આપ તો ઈચ્છા મુજબ ભૂમંડલમાં ફરો છે, આપે તે ઘણા આશ્ચર્યકારી કૌતુકો જોયા હશે ? હું તમારો ખાસ મિત્ર છું, તે મારા માટે આશ્ચર્ય કારી કોઈ વસ્તુ લાવ્યા છો ? વિષ્ણુનું વચન સાંભળી મૌનપૂર્વક પેલું ચિત્રપટ ખોલીને બતાવ્યું. અનિમેષ નયને ચિત્રને જોઈને ચિત્ર પુરૂષની જેમ કૃષ્ણ ચિત્રમાં તન્મય બની ગયા. જેમ કોઈ અલૌકિક વસ્તુને જોઈને વિમિત થવાય તેમ કૃષ્ણને આશ્ચર્ય થયું. કેટલીવાર સુધી વિસ્ફારિત નેત્ર ચિત્રને જોઈને કૃષ્ણ પૂછયું :-મુનિ, શું આ કોઈ કલા છે ? આવી કલા હોય જ નહી. અર્થાત્ સ્ત્રીને જોઈને કોણ વિકલ (વિહવલ) ન બને? સ્વામિન, આ માત્ર પટમાં આલેખવા પુરતું જ આલેખ્યું છે કે વિદ્યમાન વસ્તુનું ચિત્ર પોતાની કલા બતાવવા માટે આલેખ્યું છે? इति पृष्टेऽब्रवीत्सोऽप्या–लेख्यमानं हि नास्त्यदः। किंतु दृष्टं वरं रूपं, मया चित्रितामच्युत!।८२
નારદે કહ્યું- “કૃષ્ણ, આ ચિત્રનું કોઈ આલેખન પુરતું આલેખન કર્યું નથી પરંતુ જે સુંદર રૂપ મેં જોયું છે, તેનું જ મેં ચિત્રમાં આલેખન કર્યું છે.' पुनरप्यच्युतः प्राहा–कर्णितं रूपमीदृशं । त्रिविष्टपेऽसुरीणां वा, सुरीणां वडवामुखे ॥८३॥ तावकीना गतिस्तत्र, प्रवर्तते न सर्वथा । मर्त्यलोके गतिस्तेऽस्ति, न तत्र रूपमीदृशं ॥८४ ततः सम्यक्प्रकारेण, ममाग्रे ब्रूहि सूनृतं । समानीतमिदं रूपं, कृतः कस्याः स्त्रियाः स्फुरत्॥८५॥