________________
સગ -૪
૧૧૫
પુત્રના સંતોષ કારક વચન સાંભળીને ભીષ્મરાજા મનમાં વિચારે છે કે આ પુત્ર કે વિનયવંત છે. આ પ્રમાણે વિચારી ભીમરાજાએ બધાં સૈનિકોને બેલાવીને શિખામણ આપીઃ
તમારે સહુએ વિશેષ પ્રકારે, રૂકિમકુમારની આજ્ઞા મુજબ ચાલવાનું છે' પુત્રના અતિઆગ્રહથી રાજાએ વિનયી પુત્રને યુદ્ધભૂમિમાં જવા માટેની આજ્ઞા આપી, અને તેને હાથી ઘોડા રથ અને પાયદલ એમ મોટી ચતુરંગી સેના આપી.
शिरस्यारोप्य पित्राज्ञां, नत्वा पित्रोः पदद्वयं । शुभेऽति शकुनर्भव्यैः कुमारः प्रचचाल सः ॥३१॥ अविच्छिन्नप्रयाणेन, कुमारो वर्त्मनि वजन् । शिशुपालेशसेनायाः, सोचिरेणैब चामिलत्॥३२॥ कुमारे मिलिते भूरि, सान्निध्यं प्रविधायिनि । चचाल शिशुपालेश-स्तदनंतरमंजसा ॥३३॥
પિતાની આજ્ઞા મેળવીને ખૂશ થયેલા રૂકિમકુમારે પિતાને નમસ્કાર કરી શુભ દિવસે શુભ શુકને પૂર્વક પ્રયાણ કર્યું.
અવિચ્છિન્ન પ્રયાણે ચાલતાં રસ્તામાં જ તે શિશુપાલના સૈન્ય સાથે મળી ગયે. બંને રાજાના સૈન્યથી ઉત્સાહિત થયેલો શિશુપાલ થડા જ સમયમાં શત્રુરાજાની સીમમાં પહોંચી ગયો. कुमारेण समं मार्गे, प्रवर्तयंस्ततः सुखं । दुष्टपल्लीपतेः पल्ली-सीमनि समुपेयिवान् ॥३४॥ शिशुपालं समायातं, श्रुत्वा सीमनि वेगतः । मेलयित्वा बलं प्राज्यं, सोऽपि सन्मुखमागमत् ॥३५॥ समेतेऽभिमुख तस्मिन् , शौर्य दर्शयितुं निज। शिशुपालः क्रुधा वनि--निर्यज्ज्वालो बभूव च॥३६॥ दुरात्मास्त्येष भूपालः, सावधानतया ततः । विशेषेण निशि स्थेयं, महीशोऽकथयबले ॥३७॥
રૂકિમકુમારની સાથે સુખપૂર્વક ચાલતાં તેઓ દુષ્ટ પલિપતિની પલ્લીની સીમામાં પ્રવેશ્યા. પિતાની હદમાં શિશુપાલને આવેલો સાંભળીને પલીપતિ વિશાલ સૈન્ય લઈને સામે આવ્યો. પોતાની શૂરવીરતા દેખાડવા માટે સામાં આવેલા પલ્લી પતિને જોઈને શિશુપાલનો ક્રોધરૂપી અગ્નિ વધારે પ્રજવલિત બન્યો. “ આ રાજા દુષ્ટ છે, તે સાવધાન થઈને રહેવું. તેમાં પણ રાત્રિએ તો વિશેષ સાવધાની રાખવી.” આ પ્રમાણે શિશુપાલે પોતાના સૈન્યને સાવધાન કરી દીધું. वराकोऽयं कियन्मात्रं, स्वामिस्तवानुभावतः । समनात युद्धाय, ब्रुवाणा इति तद्भटाः ॥३८॥ गेहे शूरा भवंत्येके, तथैके चैव पंडिताः । अन्यस्य मिलिते पुत्र, यस्तिष्ठेबलवानसौ ॥३९॥ ततो गंधेभसंकाशे, कटके समुपेयुषि । शिशुपालवलं जातं, निर्मदं परहस्तिवत् ॥४०॥ युध्यमानेषु वीरेषु-भयोरप्यभिमानतः । हारितं शिशुपालस्य नष्टं सैन्यं समंततः ॥४१॥ जयामि निखिलानेता-नित्यहंयुः समुत्थितः । तदने शिशुपालोऽपि, शिशुपाल इवाभवत् ॥४२॥ तत्स्वरूपं समालोक्य, रुपा रुक्मी समुत्थितः । चक्रे पल्लीपतेः सैन्य-मर्यमेव तमोऽभितः ॥४३॥