________________
આવકાર
આ. મુનિચન્દ્રસૂરિ
પૌર્ણમિક ગચ્છના આ. શ્રીપદ્મપ્રભસૂરિના શિષ્ય આ.શ્રી દેવાનન્દસૂરિએ રચેલ અને અદ્યાવધિ અપ્રગટ ‘અજિતનાથપ્રભુ ચરિત’નું પ્રકાશન થઇ રહ્યું છે તે ઘણાં આનંદનો વિષય છે.
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ. શ્રીએ અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધાર, સૂચિકરણ વગેરે કાર્યો કર્યા છે. કોઈ પણ જ્ઞાનભંડારમાં કોઈ નવો કે વિશિષ્ટ ગ્રંથ જોવા મળે તો તેઓ એની પ્રતિલિપિ કરાવી લેતા. ક્યારેક એમાં પાઠભેદ પણ નોંધાવતા. આવા ઘણાં ગ્રંથોની પ્રતિલિપિ ‘પ્રાકૃત ગ્રંથ પરિષદ’ પાસે છે. અમે એ પ્રતિલિપિ કરેલ ગ્રંથોની સૂચીમાં ‘અજિતનાથ પ્રભુ ચરિત’ જોયું. સંસ્થા પાસેથી એની ઝેરોક્ષ નકલ પ્રાપ્ત કરી. આ ગ્રંથની હસ્તલિખિત પ્રતો મેળવવા અમે અનેક જ્ઞાનભંડારોના સૂચીપત્રો તપાસ્યા પણ ક્યાંયથી એની હસ્તલિખિત એક પણ પ્રત મળી નહીં. વળી જે પ્રતિલિપિ મળી તેનું પ્રથમ પૃષ્ઠ પણ ઉપલબ્ધ ન હતું. ૧ થી ૧૪ શ્લોકો હતા નહીં. પૃષ્ઠ ૨ ઉપ૨ ૧૫ માં શ્લોકથી ગ્રંથ શરૂ થતો હતો.
(આ પ્રતિલિપિ કરાવેલા ગ્રંથોની પુણ્યવિજય પ્રેસકૉપી = પુ.મે. એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. અહીં પણ પુ.મે. સંજ્ઞા જ રાખી છે.)
પ્રતિલિપિ કાર્ય પણ સંસ્કૃતના અનભિજ્ઞ કોઈ લહિયાએ કરેલું હોવાથી ઘણું અશુદ્ધ લખાયેલું હતું.
આવા ઘણા કારણો સર આ ગ્રંથનું સંપાદન - સંશોધન કાર્ય જટીલ હતું. આવું પડકારરૂપ કાર્ય સંભાળે એવા કોઈ વિદ્વાનને હું શોધતો હતો અને સાધ્વી વિનયપૂર્ણાશ્રી મળી ગયા. એમને કેટલાક પ્રુફો જોઈ આપેલા એટલે એમની ક્ષમતા વિષે શ્રદ્ધા હતી. મેં કાર્ય એમને સોંપ્યું અને મને