________________
પ્રકાશકીય
આચાર્ય શ્રીદેવાનન્દસૂરિરચિત શ્રીઅજિતપ્રભુ ચરિત'નું પ્રકાશન કરતાં આનંદ થાય છે. વિદુષી સાધ્વીશ્રી વિનયપૂર્ણાશ્રીજીએ આનું એક માત્ર પ્રતિલિપિના આધારે સંપાદન સંશોધન કર્યું છે. તે વિશેષ આનંદની વાત છે.
પૂ. આચાર્ય ભગવંત શ્રીયશોવિજયસૂરિ મ.સા., પૂ. આચાર્ય ભગવંત શ્રીમુનિચન્દ્રસૂરિ મ.સા. આદિનું અમને સતત માર્ગદર્શન મળતું રહે છે. અને અમને ગ્રંથ પ્રકાશનનો લાભ મળતો રહે છે. પ્રકાશિત ગ્રંથોની સંખ્યા ૧૦૦ થી આગળ પહોંચી છે તે માર્ગદર્શક ગુરુભગવંતોના પ્રતાપે જ.
મૃદ્ધિ અપ્રગટ પ્રસ્તુત ગ્રંથ પ્રથમવાર પ્રકાશિત થાય છે. વિદુષી સાધ્વીજી વિનયપૂર્ણાશ્રીજીનું પણ આ પ્રથમ સંપાદન કાર્ય છે. સાધ્વીજી મહારાજ આવા બીજા પણ સંશોધન, સંપાદન કાર્યો કરે એજ પ્રાર્થના.
પ્રકાશક