SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. હિમવંત થેરાવલીના ઉલેખ પ્રમાણે પુરામાં નોંધાયેલાં એ ૧૩૭ વર્ષ બરાબર નથી, ઓછાં જ છે, છતાં તેની અપેક્ષાએ કાલગણનાની ગાથાઓના સીધા અર્થ પ્રમાણે મનાતાં ચાલુ સંપ્રદાયનાં ૧૦૮ વર્ષ ઘણાં જ ઓછાં છે | મોર્ય રાજાઓના સંબંધમાં પુરાણે પ્રથમના ત્રણ રાજાઓના વિષે કાંઈક માહિતી ધરાવે છે, પરંતુ તે પછીના રાજાઓ વિષે તેમનું જ્ઞાન ઘણું જ ઓછું હોવાથી તેઓએ અવ્યવસ્થા કરી નાખી છે. ખરેખર બૌદ્ધગ્રંથની પણ આજ દશા છે. બૌદ્ધગ્રંથો ચંદ્રગુપ્તનાં ૨૪ વર્ષ, બિન્દુસારનાં ૨૮ વર્ષ અને અશોકનાં ૩૭ વર્ષ એમ ત્રણ રાજાઓના ફાળે ૮૯ વર્ષ લખી પછી તેઓ સંપદી (સંપ્રતિ)ને લાવે છે. ૧૦ ૨ હિમવંત શૂરાવલી પ્રમાણે આ સંપ્રતિનો રાજવકાલ ૪૯ વર્ષ છે તેને જવા દઈ, દિવ્યાવદાનના આધારે શ્રીયુત જયસ્વાલજી કહી રહ્યા છે તેમ અશોક પછીની મગધની પૂર્વ શાખાના દશરથ દિ પાંચ રાજાઓને રાજકાલ પણ એ ૮૯ વર્ષમાં ભેળવીએ તે પણ ચાલુ સંપ્રદાયની માન્યતા ચંદ્રગુપ્ત ૨૪. બિન્દુસાર (ભદ્રસાર કે નનસાર ) ૨૫, અશેક ૬, કુણાલ ૮, બંધુ સહિત ૮, ઇન્દ્રપલિત ૧૦, દેવવર્મા ૭, શતકન ૮ બૃહદ્રથ ૭, એમ ૨૪+૨૫+૩૬+૮+૮+૧૦+હ+૮+૭=૧૩૩ વર્ષ નવ મૌન થાય છે, આમાં અનભિષિક્ત અશોકનાં ૪ વર્ષ નથી ગયાં તે ઉમેરીએ તો ૧૩૭ ની સમુચ્ચય સંખ્યાને મેળ મળી આવે છે. (૧૦૧) આ સંબંધી વિચારણા આગળ પર બલમિત્ર-ભાનુમિત્રના આલેખન સમયે કરવામાં આવશે. (૦૨) “રાજપુત યુવા–ug રાજ્ઞોશોઘ મનોરથો રમૂવ કૌટિશર્સ માવ છાણને दानं दास्यामीति तेन षण्णवतिकोटयो दत्ता यावत् राक्षा प्रतिषिद्धाः, तदभिप्रायेण राज्ञा पृथिवी संघे दत्ता यावदमान्यैश्चतस्र कोटयो भगवच्छालने दत्वा पृथिवीं निष्क्रीय संपदी જે પ્રતિઘાત .” --દિવ્યાવદાન ૨૯ "धीमतः सम्मतेनाऽथ, राधगुप्तस्य मन्त्रिणः। ददौ संघाय निखिलां, पृथिवीं पृथिवीपतिः ॥१०॥ गङ्गाम्बुभाररुचिरां चतुरम्बुराशि-वेलाविलासवसनां मलयावतंसाम् । दत्वाऽखिला वसुमती स समाससाद, पुण्यं प्रमाणकलनारहितं हिताय ॥११॥ प्रख्यातषण्णवतिकोटिसवर्णदाने. याते दिवं नरपतावथ तस्य पौत्रः। शेषेण मन्त्रिवचसा क्षितिमाजहार, स्पष्टं क्रयी कनककोटिचतुष्टयेन ॥१२॥" –બોધિસાવદાનક૯૫લતા ૫૦૭૪ પૃ૦ ૫૯૭ આને તાત્પર્યાર્થ એ છે કે, અશોકે બદ્ધસંધને ૧૦૦ કરો સુવર્ણ દાન દેવાને મનોરથ કર્યો હતો તેમાં ૯૬ કરોડ સુવાણ આપ્યા હતા અને ૪ કરોડ સુવર્ણ આપવાના હતા, પરંતુ રાજાએ (અશોકના યુવરાજ મૈત્ર સં૫દીએ મત્રિએ ની સલાહથી ) તેનો નિષેધ કરતાં કાનએ ( અશો) અખિલ પૃથ્વી દાન તરીકે બૌદ્ધસંધિને આપી. આ પછી અશોકનું મૃત્યુ થતાં મસ્ત્રિઓના કહેવાથી અશોકના પૌત્ર સંપદીએ ૪ કરે સ્વણું આપી બૌદ્ધસંઘ પાસેથી પૃથ્વી ખરીદી લીધી અને મન્નિઓએ સંપદીને રાજ્ય પર સ્થાપન કર્યો.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy