________________
૭૮
અવંતિનું આધિપત્ય. પરની પહેલી ચઢાઈ મ. નિ. ૩૦૮ માં અને બીજી પાટલીપુત્ર પરની ચઢાઈ મ. નિ, ૩૧રમાં આવે છે. આ પરથી મ. નિ. ૩૧૨ સુધી તે અવન્તિમાં બલમિત્ર - ભાનુમિત્રનું જ આધિપત્ય હતું. કાલગણનાની ગાથાઓ સં૫ષ્ટ રીતે ૩૦ વર્ષ પુષ્યમિત્રનું અવન્તિ પર આધિપત્ય લખે છે. ચાલુ સંપ્રદાય નાના રાજવકલમાં ૬૦ વર્ષ વધારે ગણે છે અને એના રાજત્વકાલમાંથી નાના વધારાના કાલને કાપી નંખાય એવી રીતે મ. નિ. ૩૨૩ વર્ષે પુષ્યમિત્રોના રાજ્યારંભને લાવે છે. એની એ રીતની ૬૦ વર્ષ વધારવાની ને ઘટાડવાની ગણતરી બરાબર હોય કે ન હોય એ જુદી વાત છે, પરંતુ તેથી એટલું તે જાણવા મળે છે કે, પુષ્યમિત્રોનું અવન્તિ પર આધિપત્ય મ, નિ. ૩૧૨ પછી જ થયું હતું અને એ પણ નક્કી થાય છે કે, પુષ્યમિત્રોના અવન્તિ પર આધિપત્ય પહેલાં ત્યાં મૌનું આધિપત્ય હતું. હું પહેલાં લખી ગયો છું કે, મૌનું અવન્તિ પર આધિપત્ય ૧૩૬ વર્ષથી વધારે લંબાયું હતું. હવે હું ઉપરની હકીકતો પરથી, જ્યારે તે મ. નિ. ૩૧૨ પછી પણ લંબાયું છે તે કહેવું જોઈએ કે, ૩૧૨–૨૯૧ = ૨૧ વર્ષ તેથી પણ વધારે એટલે ૧૩૬ + ૨૧ = ૧૫૭ વર્ષ જેટલું ચાલી તેથી પણ થોડાંક વર્ષો આગળ તે લંબાયું હતું. આમ જૈનસાહિત્ય અને ખાસ કરીને હિમવંત થેરાવલીથી અવનિ પર મૌનું આધિપત્ય ૧૫૭ વર્ષ કરતાં પણ વધારે સાબીત થતાં કાલગણનાના “અર્થ'ના સીધા અર્થ તરીકે નક્કી થતાં ૧૦૮ વર્ષ ઘણું જ ઓછાં પડે છે. જનસાહિત્ય અને હિમવંત શૂરાવલીની જેમ પૌરાણિક અને બોદ્ધો પણ મૌન રાજત્વકાલને ૧૦૮ વર્ષ કરતાં વધારે વર્ષ માનતા હેય એમ જણાય છે. પૌરાણિક ગણનાએ ચંદ્રગુપ્તનાં ૨૪ વર્ષ, બિન્દુસારનાં ૨૫ વર્ષ અને અશકનાં ૩૬ વર્ષ એમ ત્રણ રાજાઓનાં મળી ૮૫ વર્ષ થાય છે. ૯૯ ગણે એ પછીના રાજાઓનાં નામ, કામ અને રાત્વકાલ વિષે એકમત નથી. પરંતુ પુરાણે પરથી મૌર્યકાલ સમુચ્ચય રીતે ૧૩૭ કે ૧૩૮ વર્ષ માનવામાં ઝાઝી હરકત આવતી નથી. ૧૦૦
(८८) “तयणतरं वीराओणं तिसयवासेसु विइक्कतेसु वुड्ढरायपुत्तो भिक्खुरायो कलिंगाहिवो सजाओ। ......तीयं ण तस्स सायरतडरायहाणिताए खारवेलाहिवत्ति" ।
હિમવ તથરાવલી પૃ. ૬ (મૃદિત) et) चन्द्रगुप्तं नृपं राज्ये, कोटिल्यः स्थापयिष्यति । चतुर्विशरसमा राजा, चंद्रगुप्तो भविष्यति ॥ भविता भद्रसारस्तु, पंचविंशत्समानृपः त्रिंशत्तु समा राजा, भविताऽशोक ઘઉં ૨ ||
- મત્સ્યપુરાણે બિસારને લખ્યો નથી. વિષ્ણુપુરાણે મઘમાં બિસાર લખે છે જયારે વાયુ અને થા. ભદ્રસા ને નન્દસાર તરીકે બિન્દુસાર લખ્યો છે. આ સિવાય બીજી રીતે પુરાણો મૌર્ય વંશની શરૂઆતની વંશાવલીમાં અશોક સુધી એકમત છે.
(૧૦૦) રાશિત પૂર્વી, તે શું વિથતિ છે
સમુચ્ચય રીતે સંખ્યા લખવામાં સર્વપુરાણે એમ મત છે. પરંતુ મસ્ત અને વિષ્ણુએ લખેલા દશ અને વાયુ-બ્રહ્માંડ લખેલા નવ મૌર્યોમાંના પ્રત્યેકને રાજકાલ મેળવતાં સરવાળા કાઈમાં પણ ૧૩૭ આવતો નથી. વાયુપુરાણની કેટલીક પ્રત અને બ્રહ્માંડપુરાણમાં આપેલી વંશાવલી પ્રમાણે–