SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૭૫ પણ પાઠદ મળતું નથી તે પછી સર્વત્ર એક સરખા મળતા પાઠેને અશુદ્ધ માની અન્ય શુદ્ધ પાઠ શા આધારે કલ્પી શકાય? બાકી, મૂળ પાઠનો અર્થ કરવામાં સાંપ્રદાયિક અભિપ્રાયજન્ય મતભેદ પડી જાય એમ તે બની શકે, કે જેમ મેં “ggવનર'માં ૧૫૫ વર્ષ નહિ પણ ૧૫૫ વર્ષ સુધી, એ અર્થા કરી દર્શાવ્યું છે. અને મને લાગે છે કે, ક્રાલગણનાના “અકુર'માં પણ એ કેઈ અભિપ્રાયજન્ય આર્થિક મતભેદ હોવો જોઈએ. એ “કુથે' ને સીધે અર્થ ૧૦૮ થાય છે, પરંતુ તેને અભિપ્રાયાથે ૧૦૮ વર્ષ પર નહિ, પણ ૧૬૦ વર્ષ પર છે એવી સાબીતી, પુરાણે અને બૌદ્ધગ્રંથી અમુકાશે સમર્થન કરાતી એવી જૈનસાહિત્યની અને તેમાં ય ખાસ હિમવંત થશવલીની અમુક હકીક્ત પરથી મળી શકે તેમ છે. યુગપ્રધાનપટ્ટાવલીને કથન પ્રમાણે –“મ. નિ. ૧૭૦ થી ૨૧૫ સુધી સ્થૂલભદ્ર, ૨૧૫ થી ૨૪૫ સુધી આર્યમહાગિરિ અને ૨૪૫ થી ૨૯૧ સુધી આર્યસુહસ્તિ એ આચાર્યો અનુક્રમે યુગપ્રધાનપદે હતા.૯૩ અને આચાર્ય સુહસ્તિ સ્વર્ગસ્થ થયા ત્યારે અશોકને પૌત્ર મૌર્ય સમ્રાટે સંપ્રતિ વિદ્યમાન હતો એમ કેટલાકનું કથન છે. આ પરથી નકકી થાય છે કે, મ. નિ. ૧૫ વર્ષે ચંદ્રગુસથી શરૂ થયેલું મૌર્ય સામ્રાજ્ય મ. નિ. ૨૯૧ સુધી એટલે ૧૩૬ વર્ષ ચાલી તેથી પણ આગળ લંબાયું હતું. આની સાથે લગભગ મળતું આવતું હિમવંતથેશવલીનું કથન છે કે મ, નિ. ૧૫૪ થી ૧૮૪ સુધી ચંદ્રગુપ્ત, ૧૮૪ થી ૨૦૯ સુધી બિન્દુસાર, ૨૦૯ થી ૨૪૪ સુધી અશોક અને ૨૪૪ થી ૨૩ સુધી સંપ્રતિ એ મગધના મહારાજાઓ હતા. એ ઘેરાવલી એમ પણ કહે છે કે, ચંદ્રગુપ્તાહિ ત્રણ રાજાએની રાજધાની પાટલીપુત્રમાં હતી, પણ ચોથા સમ્રાટ સંપ્રતિએ બે વર્ષ પાટલીપુત્રમાં રહ્યા બાદ મ. નિ. ૨૪૬ વર્ષે રાજધાનીનું સ્થળ પાટલીપુત્રના બદલે અવંતિ (ઉજયિની) બનાવ્યું હતું. કેણિકે રાજગૃહીથી ચંપામાં રાજધાની ફેરવી હતી, ત્યારે રાજગૃહીમાં જેમ માંડલિક પેટાશાખા શરૂ થઈ હતી તેમ, સંપ્રતિના રાજત્વકાલે ઉજજયિનીમાં રાજધાની ફેરવાતાં પાટલીપુત્રમાં પણ મૌયપેટાશાખા શરૂ થઈ હતી. થેરાવલીમાં આ શાખાના બે રાજાઓનાં નામ પુણ્યરથ અને વૃદ્ધરથ આપવામાં આવે છે અને ત્યાં તેમનો રાજવંકાલ અનુક્રમે ૩૪ વર્ષ (મ. નિ. ૨૪૬-૨૮૦) અને ૨૪ વર્ષ (અ. નિ૨૮૦-૩૦૪) લખવામાં આવ્યું છે. () વળવારે સુરત પન્નાગિરિ તેલ, અનણથીજ રજિસ જાજા. ભદ્રબાહુના યુગપ્રધાનમંત સુધી માં મહાવીરથી ૧૦૦ વર્ષ વિત્યાં હતાં એમ હુંટી ૮૯ માં જણાવી ગયો છું. ભદ્રબાહું પછી સ્થૂલભદ્રનો યુગપ્રધાનકાલ ૪૫ વર્ષ', એમ૨૧૫ વર્ષ થયાં, આ પછી મ. નિ, ૨૧૫થી૨૪૫ સુધી નવમા પુરુયુગ શ્રી આર્ય મહાિિર ૩૦ વર્ષ અને મ. નિ. ૨૪૫થી૨૮૧ સુધી દશમા પુરુષ યુગ શ્રી માય સુહસ્તિ ૪૬ વર્ષ યુગપ્રધાન તરીકે હતા. -યુગપ્રધાનપદાવલી (૯૪) શ્રી આર્ય સુહસ્તિને વિરહ તેને (સંપ્રતિને) અસહ્ય નિવડ.-ડૉ. ત્રિ લ. શાહમૃત જૈન સમ્રાટ સંપ્રતિ: પૃ. ૪૧૪. ૪૫, ૨૧૫ o ૬
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy