SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. પાટલીપુત્રમાં ભરાઈ હતી, કે જેમાં પ્રસિદ્ધ વૈયાકરણ પાણિની હાજર હતાઆ સભા પણ આ જ સમયની લગભગ પહેલાં કે પછી ભરાઈ હશે. કેણે કોનું અનુકરણ કર્યું હશે એ કહી શકાય નહિ. સામાન્યત સંભવ છે કે એક બીજાનું અનુકરણ કર્યું હશે. અ૮૫ સમયમાં પલટાતા જૈન રાજવંશના સમયે બૌદ્ધો અને વૈદિકાએ મળેલી તકનો ઉપયોગ કરી સંગઠન સાધવા પૂર્વક રવપ્રભાવને વિસ્તારવાને કાંઈક પ્રયત્ન કર્યો હોય એ બનવા જોગ છે. નન્દ નવમો ૪૩ વર્ષ. મ. નિ. ૧૧૨-૧૫૫ વિ. સં. ૫. ૨૯૮-૨૫૫, ઇ. સ. પૂ. ૩૫૫-૩૧૨ જૈન શાસનના મુખ્ય પ્રતિનિધિ યુગપ્રધાન શ્રી સ્થૂલિભદ્રના પ્રસંગને લઈ આ નવમે નન્ટ જેન સાહિત્યમાં જાણીતું છે. ચાણક્ય નામના જૈન શ્રાવકના પ્રસંગે પણ એને જેના સાહિત્યમાં જ્યાં ત્યાં સ્થાન આપ્યું અપાવ્યું છે, છતાં એના રાજકાલની શરૂઆત કયારે થઈ એને ઉલેખ જૈન સાહિત્યમાં ભાગ્યે જ મળે છે. એને મત્રી શકટાલ હતો, કે જે પ્રથમ નજના મન્કી ક૯૫કના વંશને હતે. બધા ય નના સમયમાં એ વંશનું જ મત્રીપદ હેઈ, એ વંશ જૈનત્વને અને મગધ સામ્રાજ્યને સર્વદા વફાદાર હતે. નાના અંગરક્ષકો પણ એ વંશમાંથી જ ની માતા હવાને સંભવ છે, કારણકે નવમાં નન્દને રક્ષક શકટાલને લઘુ પુત્ર શ્રીયક હતો. એ પદને ચલિત કરવા કવિ, વાદી અને વૈયાકરણ એવા વરરૂચિએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેને શાહનું મૃત્યુ નીપજાવવા કરતાં - વિશેષ સફળતા નહિ મળી હતી એમ જૈન સાહિત્ય કહે છે. કેમકે શકટાલ પછી શ્રીયકને જ એ મન્ત્રીપદ આપવામાં આવ્યું હતું. આ પછી એ મત્રીપદ પર કયાં સુધી કાયમ રહ્યો એની કેઈ નેંધ નથી, વરરૂચિનું પ્રતિવૈર લીધા બાદ એ તરત જ દીક્ષિત બન્યો કે નવમા નન્દના રાજ્યના અંત પછી, એ કહેવું અશકય છે. જૈન સાહિત્ય પ્રમાણે સ્થૂલિભદ્રને દીક્ષા સમય મ. નિ. ૧૪૬ વર્ષે છે. આથી બહુ જ થોડા સમય પહેલાં શકટાલનું મૃત્યુ થયું હતું અને તે નવમા નન્દની નારાજીથી કુટુમ્બ પર આવી પડનારા સંકટના ભયને લીધે જ સ્વયં વહેરી લીધું હતું. આમ નવમા નન્દના સમયમાં જ બનેલી એ શટલનું મૃત્યુ વિગેરે ઘટનાઓ છે, પરંતુ હિમવંત શૂરાવલી આ સમયે આઠમે નન્દ હોવાનો ઉલ્લેખ કરે છે, એ એક સ્પષ્ટ મતભેદ છે. હિમવંત થેરાવલીના પ્રારંભમાં આપેલો ગાથાઓમાં એક ગાથાને ભાવાર્થ આ પ્રમાણે છે, “શ્રી શય્યભવના પદને સારી રીતે શોભાવનાર શ્રી યશોભદ્રસૂરિ થયા ત્યારે અતિ લોભી આઠમે નન્દ મગધમાં રાજય કરતે હતે. ” શ્રી યશોભદ્રસૂરિ મ. નિ. ૯૭ થી ૧૪૮ સુધી યુગપ્રધાન ૫૪ પર હતા એમાં જૈન સાહિત્ય એક મત છે. આગળ જતાં એ થેરાવલી ઉલેખે છે કે
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy