SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય વળી તે પુરાણોક્ત મહાપદ્મ આદિ નવ નન્દમાં પણ નથી, કે જેથી તેને ઉદાયી બાદ પાટલીપુત્રના સમ્રા તરીકે મુકાય. આવી સ્થિતિમાં અવન્તિને છતી તેને મગધ સામ્રાજ્યમાં જોડનાર એ રાજાને રાજગૃહીની ઉપર કહ્યા પ્રમાણે મહત્વભરી વંશકવાળી શાખામાંજ ગણવાની ફરજ પડે છે. . હવે તપાસવાને રહ્યો પુરાણમાંને નંદિવર્ધન પછી આવનાર મહાનજિ. પુરાણાએ લગભગ એક મતે આ રાજાને રાજત્વકાલ ૪૩ વર્ષ કહ્યો છે અને તેને મહા પર્મ નન્દના પિતા તરીકે ઓળખાવ્યું છે. ૫ પુરાણની કાલ ગણુનાના અંકને વધારનાર આ રાજાની ઓળખ આપવી મુશ્કેલ છે. જ મહાપમાનંદને-મહાપદ્મ એ નામ નવમનંદનું હોવા છતાં પુરાણેએ પ્રથમ નજ અને નવમનને અકજ ગણી પ્રથમનનના સ્થાને તે નામને મુકયું હોવાથી -પ્રથમ નન્દને પિતા છે તો તેનન્દિવર્ધનથી પિત્ત ન હાઇ વ્યર્થ જ ગોઠવાય છે. તેના નામે ૪૩ વર્ષ ચઢયાં છે તે પણ નવમા નનાં અહિં ગોઠવાયાં લાગે છે. નન્દિવર્ધન રાજા અને નવમા નનનાં ૪૩ વર્ષ એ બેથી-માથું કેઈનું અને કેઈનું ધડ એમ-કપિત ઉભો થએલે આ રાજા જણાય છે. સંભવ છે કે નન્દિવર્ધન મહાનનિના નામે પણ ઓળખાતું હોય અને પ્રથમ નન્દરાજા કે, જે જૈનસાહિત્યમાં નાપિત અને ગણિકાથી ઉત્પન્ન થએલે હવે પછી તે, ગમે તે કારણે નનિવર્ધનના પુત્ર તરીકે જ જાહેરમાં આવ્યો હોય. ઉદાયી પછી પ્રથમ નન પાટલીપુત્રની ગાદીએ આવ્યા એમાં પુણા સિવાય અન્ય સાધને પણ કામ કરી રહ્યાં હશે. એ સાધનોમાંનું એક, તેને તેની માતા ગણિકાની કારવાઈથી સધાયેલે નજિવન-મહાની સાથે સંબંધ પણ હોય તે ના નહિ. ગમે તેમ પણ નનિવર્ધન નામનો અને તેનાથી અભિન કેનિન મહાનન્દી નામને સમ્રાટુ પાટલીપુત્રના સિંહાસને આવ્યું હતું, એમ સાબીત થવું અશક્ય છે. (41) "महानन्दिसुतश्चापि, शूद्रायाःकाल संवृतः । उत्पत्स्यते महापद्मः, सक्षत्रान्तकકૃપા ૨૩૧ ” બ્રહ્માંડપુરાણુ–મ ભા૦ ૩ોથા ૩૦, ૮૦ ૭૪, ૫૦ ૧૮૫ महानंदिनस्ततश्शूद्रागर्भोद्भबोऽतिलुब्धोऽतिबलो महापद्मनामा नंदः परशुराम इवा. परो ऽखिलक्षत्रान्तकारी भविष्यति –વિષ્ણઝરાણુ (५७) इतश्च तत्रैव पुरे, दिवाकीर्तेरभूत्सुतः। एकस्य गणिकाकुक्षिजन्मा नन्दोऽभिधानतः।। પરિશિષ્ટ પર્વ સર્ગ ૬ શ્લ૦ ૨૩૧ “તો વિચારો આવશ્યક ચૂર્ણિ ( ઉત્તરાર્ધ ) ૫. ૧૮૦ આચાર્ય શ્રી હેમચન્દસરિ નાપિતકુમાર, નાપિત, એવી રીતે નન્દને સંબોધે છે ત્યારે આવશ્યક ચૂર્ણિકાર નાપિતદાસ તરીકે તેને લખે છે. ચૂારને એમ લખવાનું કારણ, નન્દ એ નાપિતની પરિણીત સ્ત્રીથી ઉત્પન્ન થયેલ ન હતો, એવી તેમને માન્યતા હશે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy