SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ અવંતિનું આધિપત્ય સુધી ચાલ્યું હતું અને એની પછી એને પૌત્ર સ્ટેટો બીજો કાબુલ અને પંજાબના મહારાજા બન્યા હતા. પથિયન સત્રએ આ બીજા સ્ટેટના હાથમાંથી તક્ષશિલાનું (પશ્ચિમ પંજાબની રાજધાનીનું) રાજ્ય ખેંચાવી લીધું હતું. આ કથન પરથી અનુમાન થાય છે કે, સ્ટેટ પહેલે અને સ્ટેટ બીજે એમની સત્તા તક્ષશિલા (પશ્ચિમ પંજાબ) પર ૪૫ વર્ષ જેટલી રહ્યા બાદ મ. નિ. ૩૭૨–ઈ. સ. પૂ. ૯૫ની લગભગમાં પાર્થિયન સત્રપ મેસે તે ખુચાવી લીધી હતી. સ્ટેટ (૧) કાબુલના રાજ્ય પર આવ્યો ત્યાર બાદ તક્ષશિલાના એન્ટિઓકિડસ પર પાર્થિયન શહેનશાહ મિથોડોટસે ચઢી આવી સિંધુ અને ઝેલમની વચ્ચેના પ્રદેશને કબજો લીધે હોય તે પણ, જો કે એ હકીકત બીજા મિથોડોટસના બદલે પહેલા મિશ્રોડેટસના નામે ચઢી ગઈ છે અને તે મને શંકાસ્પદ લાગે છે, સ્ટેટના રાજ્યની શરૂઆતનાં ચેડાંક વર્ષ તે પ્રદેશમાં પાર્થિયનેને તાબો રહ્યો હશે, પરંતુ પછીથી સ્ટ્રેટ પહેલાએ ત્યાંથી પાર્થિયને ખસેડી મુકી પિતાની સત્તા સ્થાપી હશે અને ત્યાં સત્રપ જીઓનિસસને અથવા તે પાર્થિયને ખસેડવામાં અગ્રભાગ લેનાર રાજુલુલ હે ઈ તેના યુવરાજ ખરસ્તને નીચે હશે, કે જે ખરએટ પછી કુસુલક-લિઅક અને પાતિક નામના સત્ર આવ્યા હતા. લિઅકકસૂલકને પુત્ર પાતિકનો એક લેખ મળે છે તેમાં, કહેવામાં આવે છે કે, મોઅસનું નામ છે અને ૭૮ ને અંક છે. આનો અર્થ એ કરવામાં આવે છે કે, તે પાર્થિયન મેઅને આધીન હતો. આ અર્થ બરાબર છે, પણ એ અંક શક સંવત તરીકે કપાય છે તે બરાબર નથી. પહેલાં એ રાજા મીન્ડરના વંશજ સ્ટેટ બીજાને આધીન હતા અને તેથી તેણે મીન્ડરના રાજયારંભના સમયથી એટલે મ. નિ. ૩૦૭– ઈ. સ. પૂ. ૧૬૦ થી શરૂ થયેલા સંવતને ઉપયોગ કરે છે. એ ગણતરીએ એને લેખ લખાયાનું વર્ષ મ. નિ. ૩૮૫-ઇ. સ. પૂ. ૮૨ આવે છે કે જે, પાર્થિયન મેઅસે હિંદના ' જીતેલા પ્રદેશ પર સત્તા સ્થાપી તે વર્ષથી એટલે મ. નિ. ૩૭૨ -ઈ. સ. પૂ. ૯૫ થી તેરમું વર્ષ છે. ઉપરોક્ત સર્વ હકીકતથી, મ. નિ. ૩૭૨ –ઈ. સ. પૂ. ૯૫ થી પહેલાં પંજાબમાં બેટ્રિયન વડી નીચે સત્રની સત્તા હતી, એમ સ્પષ્ટ સમજાય છે. મથુરાના સત્ર પણ એ સમય પૂર્વે બેકિટ્રયન સત્તાને જ તાબે હતા. પંજાબમાં અને સૂરસેનમાં પણ પાર્થિયન સામ્રાજય પથરાયું હતું એ વાત સાચી છે. પણ તે મ. નિ. ૩૭૨– ઈ. સ. પૂ. ૯૫ પછીના સમયમાં જ, સંભવ છે કે, મ. નિ. ૩૭૨-ઇ. સ. પૂ. ૯૫ ની લગભગમાં વિદ્યમાન પાતિક અને થોડાસ એ અનુક્રમે તક્ષશિલા અને મથુરાના સત્ર, અને તેમની પછી આવનારા અન્ય સત્ર અચોક્કસ સમયપર્યત મેઅસ વિગેરેની પાર્થિયન સત્તાને તાબે રહી ટકી રહ્યા હશે, પણ આ વિષે નિશ્ચયાત્મક કાંઈ પણ કહી શકાય તેવું સાધન નથી. * તક્ષશિલાના અને મથુરાના એ ઉપરોક્ત સત્ર કયી જાતિના હતા એને સર્વથા નિશ્ચય થઈ શકે તેમ નથી. “ પ્રાચીન ભારતવર્ષ ' ના લેખક ડો. ત્રિભોવનદાસ શાહ તે સાફ સાફ લખે છે કે, એ સત્ર ક્ષહરાટજાતિના હતા. પરંતુ ભૂમક અને નહપાનના માટે “ક્ષહરાટ' શબ્દ લખાયેલે આપણને વાંચવા મળે છે તેમ તક્ષશિલા કે મથુરાના સત્ર માટે મળતું નથી, તેથી તેઓ ક્ષહરાટ હતા કે, જેમ કેટલાક કહે છે તેમ, “શક’ હતા, એ નકકી કરવું મુશ્કેલ છે. બાકી ભૂમક અને નહપાણએ શાસ તે ક્ષહરાટ જ હતા એ વિષે શંકા જ નથી. ક્ષહરાટ ભૂમક એ પહેલાં “છત્રપ' હતા, પછી “મહાછત્રપ' બન્યો હશે અને “રાજા” ને ઈલ્કાબ તેણે પિતાના જીવનમાં ધારણ કર્યો હશે. એ સત્રપ હતો તેથી તેને પાર્થિયન સગો માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. તે બેકિટયન સૂબો હતે. ડેરિયસના વિશાલ સામ્રાજ્યમાં વપરાઈ રૂઢ થઈ ગયેલો. બેક્ટ્રિયા અને સીસ્તાન-કંદહાર વિગેરેમાં પણ વ્યાપક બનેલો એ સત્રપ કે છત્રપ અને મહાસત્રપ કે
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy