SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૯૭ બેંધે છે અને એને અનુગામી એઝીઝ હતું એમ તેઓ લખે છે. તેઓનું કહેવું છે કે, મિશ્રિડેટિસ (મિથોડેટસ કે મિથોડેટસ) બીજાએ સીસ્તાન-કંદહારવાળી પાર્થિયન શાખાને બંધ કરી એ પ્રદેશનો વહીવટ સીધેસીધો પિતાના હાથમાં લઈ લીધો હતો અને સત્રપ એઝીઝ, કે જે વનસસના ભાઈ સ્પેલિસિસનો પુત્ર હોઈ પોતાના પિતાને રાજકાર્યમાં મદદ કરી રહ્યો હતો, તેને સીસ્તાન–કંદહારના પ્રદેશમાંથી ફેરબદલી કરી હિંદી પ્રદેશમાં અસની જગાએ મુકયો હતે. આ ફેરબદલીને સમય મ. નિ. ૪૦૯-ઈ. સ. પૂ. ૫૮ હતો. મી. મીથ એક બાજુ “(આશરે ઈ. સ. પૂ. ૧૨૩) પાર્થિયને સત્તા મહાન મિથિડેટિસ બીજાના પ્રબલ અમલ નીચે પાછી પગભર થઈ.” એમ લખે છે, ત્યારે બીજી બાજુ “ઈ. સ. પૂ. ૫૮ માં તે ( અઝીઝ) માસના અનુગામી તરીકે આવ્યો અને મિશ્ચિડેટીસના તાબાના રાજા તરીકે તેણે તે પ્રાંત પર રાજ્ય કર્યું.” આવી રીતે મિથોડોટસ બીજાના નામે જ હકીક્ત ચઢાવી રહ્યા છે. મ. નિ. ૩૪૪ થી ૩૭૯–ઈ. સ. પૂ. ૧૨૩ થી ૮૮ સુધી રાજત્વકાલવાળો મહાન મિડેટસ બી જે મ. નિ. ૪૦૯–ઈ. સ. પૃ. ૫૮ માં કે તે પછીના સમયમાં એઝીઝના ઉપરી તરીકે કયી રીતે હોઈ શકે ? મિથોડેટસ ત્રીજો મ, નિ, ૪૭ થી ૪૧૧–ઈ. સ. પૂ. ૬૦ થી ૫૬ સુધી.૪ વર્ષ પાર્થિયાના સામ્રાજ્ય પર હતે તેના સમયની તેના હાથે બનેલી ઘટનાને–સીસ્તાન-કંદહારની શાખા બંધ કરી એઝીઝને મેઅસના અનુગામી તરીકે પાર્થિયન હિંદી પ્રદેશમાં ફેરબદલ કર્યો એ ઘટનાને—મી. મીથ મહાન મિથોડોટસ બીજાના નામે ચઢાવી રહ્યા છે, કે જે મિથોડોસ બીજે આજથી ૩૦ વર્ષ પહેલાં દુનિયાને છોડી ગયો હતો. આ હકીક્ત જેમ પાઠકેર થઈ ગઈ છે તેમ મી. સ્મીથની નેંધેલી, “પહેલા મિથોટસ પછીના સમયમાં મધ્યસ્થ સરકારને દાબ કમી થતાં મોઅસ તકનો લાભ લઈ પશ્ચિમ હિંદની સત્તા પચાવી પડ્યો,” એવા પ્રકારની હકીકત પણ ખરેખર પાઠાફેર છે. પહેલા મિથોડોટસ પછી હિંદના જીતેલા પ્રદેશ પર મધ્યસ્થ સરકારને દાબ કમી થય હતે (ખરી વાત એ છે કે તે જ રહ્યો હત) એ, પ્રબલ શક્તિશાળી હોવાથી મહાન ગણાતા મિથોડોટસ બીજાના રાજ્ય પર આવ્યા પહેલાંની ફ્રેટીસ અને આર્ટી બેનસના સમયની હકીકત છે; જ્યારે મોઅસ પશ્ચિમહિંદનો રાજાધિરાજ બન્યો છે, તેના રાજ્યનાં અંતિમ વર્ષોમાં બનેલી હકીકત છે. મિથોડોટસ બીજાએ જીતેલા હિંદી પ્રદેશ પર અને નીમ્યો એ હકીકત, પાડાફેરથી “મિથોડોટસ પહેલાએ જીતેલા પ્રદેશ પર તે નીમાયો હતું કે આવ્યા હતા અને પાછળથી તકનો લાભ લઈ સ્વતંત્ર થઈ ગયો હતો.” આવા પ્રકારે મી. સ્મીથના હાથે નાંધાઈ ગઈ છે. ઈ. સ. પૂ. ૧૭૪ થી ઈ. સ. પૂ. ૫૮ સુધીમાં મિથોડોટસ નામના ત્રણ રાજાઓ થઈ ગયા હતા તેના બદલે બે જ માની લેવાથી આ ગોટાળો થઈ ગયો લાગે છે. આનું પરિણામ એ આવ્યું કે, મ. નિ. ૩૭૨– ઈસ. પૂ. ૯૫ લગભગમાં મોઅસ હિંદના પ્રદેશને રાજાધિરાજ બન્યો તે પહેલાંના, તક્ષશિલાના ઓનિસસ વિગેરે, મથુરાના રાજુલુલ વિગેરે અને મધ્યમિકાના ભ્રમક વિગેરે જે બેકિટયન સરદારો હતા, તે સર્વને પાર્થિયન સરદારે માની લેવામાં આવ્યા, કે જે માન્યતા નીચે આપેલી હકીકતથી પણ અસંગત કરે છે. મ. નિ. ૩૦૭ થી ૩૧૨– ઈ. સ. પૂ. ૧૬૦ થી ૧૫૫ ના વચ્ચે હેલિઓપ્લેસ બેટ્રિયા પર ગાદીએ આવ્યો અને તે મ. નિ. ૩૨૭ થી ૩૩૭– ઈ. સ. પૂ. ૧૪૦ થી ૧૩૦ ના વચગાળા સુધી રહ્યો હતો. આ હેલિઓકેલેસનો સમકાલીન સ્ટેટો (૧) હતું. એ કાબુલ અને પંજાબનો શાસક હતો. હેલિઓકલેસના રાજ્યનાં શરૂઆતનાં વર્ષોમાં યાવત મ. નિ. ૩૨૭– ઈ. સ. પૂ. ૧૪૦ સુધી કાબુલ અને પંજાબ વિગેરેનો શાસક મહારાજા મીનેન્ટર હતું એટલે હેલિએક્સેસનો સમકાલીન સ્ટેટ કાબુલ અને પંજાબના શાસક તરીકે ભ. નિ. ૩૨૭-ઇ. સ. પૂ. ૧૪૦ પછી જ હોઈ શકે. કહે છે કે, આ સ્ટ્રેટો (૧)નું રાજ્ય લાંબા સમય ૩૮
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy