SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ અવતિનું આધિપત્ય ર૯ કરનારે) આવા શબ્દાલેખનથી સાતકણિને તેના પદ પર કાયમ રાખવાનું કારણ અને લાભ જણાવતે તે તેની રાજદ્વારી કુનેહને જ ધ્વનિત કરી રહ્યો છે, એવી મારી સમજ હેઈ, મને નથી લાગતું કે, સાતકર્ણિ રૂદ્રદામાને નિકટને સંબંધી અને તે પણ જમાઈ જ હોય. રુદ્રદામાના લેખમાં ઉલ્લેખિત “સંધાલૂ gિો સુહા' એ શબ્દનો અર્થ, “સાત કર્ણિ રુદ્રદામાને નિકટને સંબંધી હત” એમ જેઓ જણાવી રહ્યા છે, તેઓ પિતાના કથનના સમર્થનમાં કાન્હેરી લેણમાંના પૂર્વોક્ત ખંડિત અને અસ્પષ્ટ લેખનો આશ્રય લે છે; પરતુ વશિષ્ઠીપુત્ર સાતકણિ તરીકે ઓળખાતા આશ્વવંશીય રાજાઓ અને “' અક્ષરની આદિવાળા મહાક્ષત્ર અનેક થયેલા હેઈ, નિશ્ચયથી કહી શકાય તેમ નથી કે, કાન્હેરી લેમને વાશિષ્ઠીપુત્ર સાતકર્ણિ અને મહાક્ષત્રપ રુ.' એ રાજાઓ, અનુક્રમે જૂનાગઢના લેખમાં દક્ષિણાપથપતિ સાતકર્ષિ અને અષ્ઠનપત્ર મહાક્ષત્રપ રુદ્રદામા છે. અને જે એમ જ છે તે પછી કાન્હેરીલેણન લેખ પરથી મનાયેલી “સાતકર્ણિ રુદ્રદામા પહેલા જમાઈ હત' એ અનિશ્ચિત હકીકતના આધારે, જુનાગઢના લેખાંશ પરથી મનાયલી “સાતકર્ણિ રુદ્રદામાને નિકટનો સંબધી હતો” એ અનિશ્ચિત હકીકતને નિશ્ચિત બનાવવા મથવું, એ સ્પષ્ટ અનુમાનાભાસ છે. વળી સંશોધકે કાવેરીલેણના લેખ પરથી “સાતકર્ણિ રુદ્રદામા પહેલા જમાઈ હત” એવું જે અનુમાન કરે છે તેથી વિરુદ્ધ “સાતકર્ણિ દ્રસિંહ પહેલા જમાઈ હો” એવું અનુમાન પણ કરી શકાય તેમ છે. જેમકે – કાન્હેરીલેણના લેખમાં ઉલ્લેખેલી દેવી-રાણીને પિતા અને પતિ, અનુક્રમે મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ અને તેનાથી પરાજિત, નં. ૧૬ (ગૌ. પુ.) યજ્ઞશ્રી (સાતકર્ણિ) નો પુત્ર (અમુક) વશિષ્ઠીપુત્ર સાતક િનહિપરંતુ રુદ્રદામાં પ્રથમનો નાનો પુત્ર મહાક્ષત્રપ રુદ્રસિંહ પ્રથમ અને તેને જીતનાર નં- ૨૦ (ગી. પુ.) યજ્ઞશ્રી (સાતકર્ણિ) નો પુત્ર (અમુક) વાશિષ્ઠીપુત્ર સાતકયુિં હતું. ક રણ, રુદ્રદામા વિજેતા હાઈ પરાજિત (વા પુ) સાતકર્ણિને પિતાની કન્યા આપે એ સંભવિત નથી, જ્યારે પરાજિત દ્રસિંહ પિતાના વિજેતાના પુત્ર (વા પુર) સાતકર્ણિને પોતાની કન્યા આપે એ સંભ વિત છે. એમ કહેવામાં આવે છે કે, ગૌતમીપુત્ર સાતકર્ણિએ રુદ્રદામા પ્રથમના પિતા જયદામાને હરાવ્યો હતો અને જયદામાએ રુદ્રદામાની પુત્રી ગૌતમીપુત્ર સાતકર્ણિના પુત્ર વાશિષ્ઠીપુત્ર સાતકર્ણિને આપી હતી, પરંતુ આવા કથનમાં કેઈ અસંદિગ્ધ હેતુ ન આપવામાં આવે ત્યાં સુધી તે વ્યર્થ જ છે. “સાતકર્ણિ રુદ્રદામાં પ્રથમ નિકટને સંબંધી અને જમાઈ હત” એ સંદિગ્ધ હકીકતના આધારે જ ઉપરોક્ત કથન કરાયતું આપણને જ્યાં ત્યાં જોવા મળે છે, અને તેથી તે પ્રામાણિક નથી, એટલું જ નહિ, પરંતુ બાલશ્રીના લેખને બારીકીથી તપાસતાં સંભવિત પણ નથી. એ લેખમાં શકોદિના દમનની વીતી ચુકેલી વાતને નેધવામાં આવે છે તેથી એમ લાગે છે કે, અત્યાર સુધીમાં શક રાજા અને આન્ધરાજા વચ્ચે કહેવામાં આવે છે તેવી કોઈ સગપણની ગાંઠ ન બંધાઈ હેવી જોઈએ. રુદ્રદામાં પહેલા સાતકર્ણિની સામે આવી પડેલા યુદ્ધ તરીકે લડો નથી, પણ એક મહાન આક્રમણકાર તરીકે લડે છે, એ હકીકત પણ તેમની વચ્ચેના કહેવાતા
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy