SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ અવંતિનું આધિપત્ય ઈ.સ. ૭૮ પછીના છે અને તેથી સાંચીના લેખનું કે ઉપરોક્ત સિક્કાઓનું પ્રમાણ આપી અરિષ્ટને આકર, અવન્તિને પતિ કરાવવા મથવું એ નકામું જ છે. તેનું રાજ્ય દક્ષિણા પથમાં જ મર્યાદિત હતું. આ અરિષ્ટ (સાબ્બ૦) પછી આદ્મવંશાવલી લખનારાં બ્રહ્માંડ સિવાયનાં પુરાણે “હાલ” રાજાને નેધે છે. મત્સ્ય પુરાણ તેને રાજત્વકાલ ફક્ત ૫ વર્ષ જ લખે છે. આ રાજા ગાથાસપ્તશતીમાં પિતાને પરિચય “કુન્તલરાજ પઠણપતિ દ્વીપિકર્ણને પુત્ર મલયાવતીને પતિ શતક “હાલ” ઉપનામક સાતવાહન” આવી રીતે આપે છે. જૈન ગ્રન્થકારે પણ આ રાજાને હાલ કે સાતવાહન તરીકે જ લખી રહ્યા છે. એ “હાલ સાતવાહન” માંથી જ અનુક્રમે સાલવાહન, સાલિવાહન થઈ છેવટે સંસ્કૃત લેખકનું “શાલિવાહન” થઈ ગયું છે. આ રાજાના જન્મની સાથે ચમત્કારિક કથાઓ જોડી દેવાઈ છે. કેઈક તેની ઉત્પત્તિમાં સાત નામના યક્ષને લાવે છે તે કેઈક તેને પ્રતિષ્ઠાનના નાગહદના નાગરાજનું સંતાન બનાવી દે છે, પરંતુ સાતવાહનકુલના પ્રથમ પુરુષની સાથે અને શૂદ્રક કે ગુણાઢય મન્ત્રીની સાથે સંબંધ ધરાવતી એ કથાઓને અને હાલ-શાલિવાહનને કાંઈ લાગતું વળગતું નથી. બાકી, તેના નામ સાથે એ કથાઓના જોડાણ પરથી એમ તે કહી શકાય કે, તે એક મહાન સમ્રા હેઈ લે કે તેનામાં દિવ્યતા હોવાની માન્યતા ધરાવતા હતા. એને લેખકોએ ગમે તે રીતે એ વાતને જ પડઘો પાડયો છે. સાહિત્યગત ઉલ્લેખ પરથી આ રાજાનું રાજય, પુરાણ લખે છે તેમ, ફક્ત ૫ વર્ષ જ નહિ, પરંતુ ઘણું જ વધારે હોવું જોઈએ એમ સહજ સમજાય છે અને તે નીચે આપેલી હકીકત પરથી સ્પષ્ટ થશે. શકરાજા ચટ્ટનના પૌત્ર સમ્રા રુદ્રદામાએ ગિરનારની તળેટીમાં અશોકે કેતરાવેલા લેખવાળી શિલા પર પિતાને લેખ કેતરાવે છે. તેમાં તેણે પિતાને આકર અને અવન્તિ સહિત ઘણા દેશોને સ્વામી જણાવ્યો છે. વળી ત્યાં એ પણ ઉલ્લેખ છે કે, તેણે દક્ષિણાપથપતિ શાતકર્ણીને બે વાર હરાવ્યો હતો. આ લેખમાં ૭૨ ને અંક છે. સંશોધકે કહે છે કે, એ અંક શકસંવતને હાઈ ઈ.સ. ૧૫૦ (આ લેખની ગણના પ્રમાણે મ.નિ. ૬૧૭-વિ.સં. ૨૦૭)ને એ લેખ છે. ઈ. સ. ૧૩૦ અને ઈ.સ. ૧૬૧ ની વચ્ચે વિદ્યમાન અને ઈ. સ. ૧૩૦ પછી આશરે ૧૦ થી ૧૫ વર્ષ સુધીમાં ભારતમાં આવેલો ગ્રીક ભૂગોળશાસ્ત્રી બી. ટોલેમી લખે છે કે, આ સમય દરમીયાન ઉજયિનીમાં “ટીઅસ્ટનેસ” અને પિઠણમાં પુમાવી રાજય કરતા હતા. મી. ટોલેમીના કથન પરથી સમજાશે કે, રુદ્રદામાના લેખમાંને શાતકણું એ પુલોમાવી છે. રુદ્રદામા અને ટેલેમીને સમકાલીન એ પુમાવી સાતકણી, નં. ૧૭ ને આન્મરાજા કે જેનું નામ “ચત્રપણુ” છે અને જે વાશિષ્ઠીપુત્ર છે તેજ ઘટી શકે છે. રુદ્રદામાના લેખ પરથી અને ટેલેમીના કથન પરથી સ્પષ્ટ સાબીત થાય છે કે, તેમને સમકાલીન પુલમાવિશાતકર્ણી (વાશિષીપુત્ર
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy