SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૫૭ થોડા જ મહિનાઓમાં કીપિના કુટુમ્બી સગા (કેવી રીતે એ દાયાદ-ગોત્ર જ હતા તે જાણવા મળતું નથી) અરિટે આશ્વરાજ્યને પિતાના હાથમાં લઈ લીધું. આ કાંઈ પહેલે પ્રસંગ નથી. આથી પૂર્વે અને પછી પણ આશ્વરાજ્યમાં આવી રીતે દાયાદે તરફથી રાજાઓનાં રાજ્ય પડાવી લેવાનું વારંવાર બનવા પામ્યું છે, એમ બૃહત્કથાનાં રૂપાન્તરોથી જાણવા મળે છે. અરિષ્ટ રાજ્ય પિતાના હાથમાં લીધું, પરંતુ તેણે સંબંધ કે સહૃદયતા ગુમાવી દીધી હોય એમ નથી લાગતું. હાલનું અને તેની માતાનું વર્ચસ્વ પણ અમુક અંશે તેના રાજત્વકાલમાં રહ્યું જ હશે એમ અનુમાન થાય છે. કેમકે, તેના રાજ્યના ૨૪ મા વર્ષમાં અરિષ્ઠ ( શ૦૫૦ સાક) અને રાજમાતા એમ બન્નેના નામે સહચારવાઈ કરમાન કઢાય છે. આવી પરિસ્થિતિમાં રાજય પર આવેલો પત્ર રા પર ન હોતાં તે મૃત્યુ પામ્યા હોય એવા સંભવને વ્યવચ્છેદ કરવા કીપિની રાણીને રાજમાતા શબ્દની સાથે જીવસુતાનું સાર્થક વિશેષણ રાખવું પડયું હોય એમ લાગે છે. (ગૌ૦) અરિષ્ટ (સાક)ની પછી હાલ (બૃહકથાને વિષમાશીલ) ગાદી પર આવ્યા છે. “તેના સમયમાં શક છોને ઉપદ્રવ ચાલુ જ હતો અને તેણે પોતાના સેનાની વિક્રમશક્તિ દ્વારા ઉપદ્રવ કરતા દક્ષિણના શકોને જીત્યા હતા,” આવા પ્રકારના કસસ વિગેરેના ઉલ્લેખથી સાબીત થાય છે કે, (ગૌ૦) અરિષ્ટ (સાક) શકાદિને નિવૃદક અને ક્ષહરાટોને ઉમૂલક નથી અને તેથી તે બાલશ્રીના લેખમાંના વિદેશી જાતિઓના સંહારક (ગૌ૦) યજ્ઞશ્રી (સાક) થી જુદે જ છે. શક ઉસવદાસ અને શિક ચણન એ બેની વચ્ચે આશરે ૧૫૦ વર્ષનું અંતર હેઈ, અરિ ઉસવદાસના વારસ રાજાને જીતી નાશિક, પુના વિગેરે દક્ષિણના જિલ્લાઓના શકે ને અને અન્ય વિદેશી જાતિઓને તાબે કરી હતી, જ્યારે યજ્ઞશ્રીએ સૌરાષ્ટ્રમાંના ચઇનના વારસ જયદામાને છતી સૌરાષ્ટ્ર, કુકુર, અવનિ, વિગેરે દેશમાં વસેલી શકાદિ જાતિઓને નાશ કે સંહાર કર્યો હતો. આ વસ્તુસ્થિતિને લક્ષ્યમાં ન લેતાં તથા હાલ રાજા અને વિક્રમાદિત્યની સમાનકાલીનતા સાબીત કરતા સાહિત્યગત અનેક ઉલ્લેખને અવગણતાં, શ્રી જયસ્વાલજીએ અવન્તિના અધિપતિ તરીકે હાલના રાજ્યારંભથી ૧૨૮ વર્ષે રાજ્ય પર આવેલા બાલશ્રીના પુત્ર (ગૌ૦) યજ્ઞશ્રી (સાક) ના બદલે, હાલના પુરગામી (ગૌ૦) અરિષ્ટ (સાક) ને ઠરાવવા પ્રયત્ન કર્યો છે, એ તેમનું સાહસ જ છે. ખરી હકીકત એ છે કે, (ગૌ.) અરિષ્ટ (સાક) ના રાજ્ય સમયે અને હાલ (શાલિવાહન)ના રાજ્યનાં ૨૫ અને ૨૩ કે ૨૪ વર્ષ પર્યન્ત અનુક્રમે, અવન્તિ (ઉજજયિની) માં ગભિલના પુત્ર વિક્રમાદિત્યનું અને આકર (વિદિશા)માં શુગભૂનું જ રાજ્ય હતું. સાંચીને મોટા સ્તૂપના દક્ષિણી તારણ પર રાજા શ્રી સાતકણિના કારીગર વશિષ્ઠીપુત્ર આનન્દનો એક નાને શો લેખ છે તે, હાલ રાજાએ શુદ્રક દ્વારા શુંગભ-કાવાયન સુશમ પાસેથી આકર જીતી લીધા બાદ હેઈ, ઈ.સ.ની પહેલી સદીના પ્રથમ ચરણને છે અને માલવામાંથી ઉજ્જયિનીના વિશેષ ચિહ્નવાળા સિક્કા મળે છે તે, શિવશ્રી (સાક)એ ઉજજયિની પર આધિપત્ય મેળવ્યા બાદના એટલે ૩૩.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy