SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૫૩ સમયમાં તે વિદેશી જાતિઓના આક્રમણથી બચવા પામ્યો નહિ. ક્ષહરાટોના-ભૂમકના પુત્ર કે વારસ નહપાણના જમાઈ સેનાપતિ શક ઉસવદતની દોરવણી પૂર્વકના લશ્કરી દબાણથી દક્ષિણાપથના આધ્રરાજા લાદરને પશ્ચિમઘાટને લગતે કોકણ અને નાશિક–પુના જિલ્લા સુધીને પ્રદેશ જતો કરે પડયે, એટલું જ નહિ, પરંતુ રાજધાની તરીકે પ્રતિષ્ઠાન બરાબર સલામત નહિ લાગવાથી તેને કૃષ્ણાનદીના મુખની નજદીકના પ્રદેશમાં બેન્નાટકને રાજનગર બનાવવું પડયું હતું. લંબોદર પછી મત્સ્ય (નં૦૮) અપીલકને મુકે છે. મારી નેંધમાં તે નં૦૭ છે. આ બે રાજાએ સંબંધી તેમના નામ સિવાય અન્ય હકીકત જાણવા મળતી નથી. મસ્ય૦ અપીલક પછી મેઘસ્વાતિનું નામ લખે છે અને ત્યાર બાદ સ્વાતિ, સ્કંદસ્વાતિ, મૃગેન્દ્રસ્થાતિ, કુન્તલસ્વાતિકણું અને સ્વાતિકણું એ ૫ નામ લખી (નં૦૧૫) પુમાવીને લખે છે. મારી નંધમાં અપીલકથી અરિષ્ટ વચ્ચેના મત્સ્ય માં નેધેલા ૭ રાજાઓ અભિન્ન હેઈ, તેમનું વિશેષ નામ દ્વીપિ હેવાથી એક જ રાજા-(નં૦૮) દીપિ (સાક, પુમાવી) સેંધાયું છે. તેનું ઉપનામ પુમાવી હતું અને કુલ સાતકર્ણિ હતું. તે બેન્નાકટકને આન્ધરાજા હતો પણ ગાદી પર આવ્યા પછી ખારવેલના કેઈ (વિદુહરાયના મ.નિ. ૩૯૫, ઈ. સ. પૂ. ૯ર વર્ષે સ્વર્ગસ્થ થયા પછી આવેલા) વંશજ પાસેથી તેણે કલિંગ જીતી લેતાં કલિંગને રાજા પણ કહેવાતું હશે. તેના રાજ્યનાં આશરે વીશેક વર્ષ વીત્યા બાદ દક્ષિણના શકેએ તેના પ્રતિષ્ઠાન (કુન્તલ)ના પ્રદેશ પર સત્તા જમાવી ભારે રંજાડ કરવા માંડી હતી. યુગપુરાણે લખેલું પુષ્પપુર એ પ્રતિષ્ઠાન હાઈ ગોપાલ, અશ્લાટ, વિગેરે તેણે લખેલા રાજાઓ ત્યાંના જ શક રાજા હતા. આ સામાન્ય દુશ્મનાવટને લઈને જ તેણે મદદ કરી, અવન્તિના શકે સામે વીર વિક્રમાદિત્યને વિજય અપાવ્યો હતો. આ પછી પ્રતિષ્ઠાનના શક રાજાએ કલિંગરાજ (આન્ધરાજ)ની ભૂમિ પર હલ કર્યો હતો ત્યારે કીપિએ પિતે સ્કન્દ-કાર્તિકેયની જેમ સિન્યને દેરી તેને મારી નાખ્યો હતો. ત્યાર બાદ પુરતી તૈયારી સાથે તેણે ચઢાઈ કરી પ્રતિષ્ઠાનના પ્રદેશમાંથી શકેને હાંકી કાઢયા અને તે કુન્તલરાજ કહેવાયું હતું. ગુણાઢયની બૃહકથાનાં સંસ્કૃત રૂપાન્તરમાં આપેલાં અને અહિં દ્વષિના પ્રસંગમાં વિચારણીય અમુક આખ્યાનેને સાર આ મુજબ છે દક્ષિણાપથનો રાજા સિંહબલ તેના ગૌત્રોથી હારી જતાં પિતાના સસરાને ત્યાં માલવપુર” માં ગયો. તેણે ત્યાંથી ડીએક મદદ મેળવી અને પછી ગજાનીક (કલિંગરાજ)થી મોટી મદદ મેળવી ગૌત્રને હરાવ્યા તથા ગૌત્રનાં રાજય સાથે પિતાના રાજ્યને પાછું મેળવ્યું.” પાટલીપુત્રના રાજા વિક્રમાદિત્યે પ્રતિષ્ઠાનના રાજા નરસિંહને એવી રીતે છતી લેવા પ્રતિજ્ઞા કરી કે, પોતાના બંદી-માગધેથી તે સેવક તરીકે બિરુદાય. આ પછી તેણે નરસિંહ પર ચઢાઈ કરી, પરંતુ તે તેને જીતી શક્યું નહિ. અંતે પ્રેમથી વશીભૂત મદન
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy