SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ અવંતિનું આધિપત્ય - રાજા વિક્રમચરિત્ર એ બહુ સમભાવશીલ, ન્યાયી અને ધર્મનિષ્ઠ હશે તેથી શું તે ધર્માદિત્ય નામે ઓળખાતું હશે ? સાધનના અભાવે આપણને તેના વિષે ઝાઝું જાણવા મળતું નથી, પરંતુ વિક્રમાદિત્યના ચરિત્રમાં પ્રાસંગિક તેના વિષે જે થોડે ઘણે ઉલ્લેખ થયેલું જોવામાં આવે છે તે પરથી કહી શકાય તેમ છે કે, એ રાજા બહુ બુદ્ધિશાળી, નિરભિમાની અને પ્રજાપ્રિય હતે. વિક્રમાદિત્યની જેમ તેણે પણ વારસામાં મળેલા રાજ્યને વિસ્તારવા અને લેહી રેડી અન્ય પ્રદેશ પર સત્તા જમાવવા કોઈપણ પ્રયત્ન કર્યો હોય એમ લાગતું નથી. તે રાજ્ય પર આવ્યા તે દરમીયાન આ% રાજા શાલિવાહન દક્ષિણા પથમાં બરાબર સ્થિર થઈ ચુક્યો હતો અને તે વીતતા સમયની સાથે સત્તા તથા બળમાં મજબૂત થતું જતું હતું. શાલિવાહનના વીર યોદ્ધા શુદ્રકે શુંભ (કા) પાસેથી વિદિશાનું રાજ્ય, શાલિવાહન અને વિક્રમાદિત્યનું ભરૂચ આગળ યુદ્ધ થયું તેની પૂર્વે જ લીધું હતું અને તે પછી તેની પૂર્વના પ્રદેશમાં તેણે મજબૂત પગદંડો જમાવવા માંડ્યો હતો, એટલે વિક્રમચરિત્રને તે દિશામાં કાંઈ પણ કરવાનું હતું જ નહિ. કેમકે, તે આ% રાજ્યની સાથે સંધિથી બંધાયો હતો અને તેની સાથે અથડા અથડીમાં ઊતરવું એ તેની સંતોષવૃત્તિને તથા દીર્ધદર્શિતાને અનનુકૂલ હેઈ જખમી પણ હતું. મથુરાથી લઈ હિન્દના વાયવ્ય પ્રદેશ સુધીમાં મજબૂત સત્તા ધરાવતે પાર્થિયન રાજા ગોડફારનેસ કે ગોડેફેરીસ (ગુદફને યા ગુદુલર) મ. નિ. ૫૧૧ કે પ૨–ઈ. સ. ૪૫ ની લગભગ સ્વદેશમાં ચાલ્યો ગયે તેથી પૂર્વ સે કરતાં પણ વધારે સમયથી, મોઅસ અને એજેસથી લઈ ગેડફારનેસ સુધીના પાર્થિયન રાજાઓની સત્તા લગભગ પશ્ચિમ ભારતના આખા ય ઉત્તર ભાગમાં પથરાયેલી હતી. આ સત્તા પર વિક્રમાદિત્યે કે વિક્રમચરિત્રે આક્રમણ કર્યું હોય કે તેની સાથે તેઓ કોઈ જાતની અથડામણમાં આવ્યા હોય એમ ઈતિહાસ કહેતે નથી, તેમ એ પાર્થિયન રાજાઓએ પણ અવન્તિના એ રાજાને છંછેડવા ઈરાદે સે હોય તેમ લાગતું નથી. શાલિવાહને લાટ, સૌરાષ્ટ્ર, કુકુર વિગેરે દેશોની શક-છહરાટ વિગેરે જાતિઓને દબાવી દીધી હતી તેથી તે તરફથી પણ શાતિ હતી. અર્થાત; વિકમચરિત્રની સોષવૃત્તિને અનુકૂલ સર્વ પરિસ્થિતિ હોવાથી તેનું રાજ્ય માનવ સુખશાન્તિના ધોરણને અનુસરી, પરંપરાગત કથાઓ જણાવે છે તેમ, કદાચ તેના પિતાની સરખામણીમાં કેટલીક બાબતોમાં ઊતરતી કળાનું હશે તે પણ, સારી રીતે આબાદી ભેગવી રહ્યું હતું. રાજા વિક્રમચરિત્ર શ્રીસિદ્ધસેન દિવાકરના પરિચયમાં આવ્યો હતે એમ જાણવા મળે છે, પરંતુ તેનું જૈનત્વ કેટલી હદે આગળ વધેલું હતું અથવા તેણે જેનધર્મ સંબંધી શી શી પ્રવૃત્તિઓ આદરી હતી એ, તેવાં સાધનના અભાવે આપણે જાણ શકતા નથી. ઉજજયિનીની ગાદી પર આવ્યા પહેલાં તેણે વલભી (સૌરાષ્ટ્રમાં ભાવનગરના રાજ્યમાં હાલ જ્યાં વળા નામનું ગામ છે તે પ્રદેશમાં રહેલું પુર)ના રાજાની કુંવરી શુભમતી સાથે લગ્ન કર્યું હતું, એમ શુભાશીલગણિ નેધે છે, પરંતુ તે સમયે વલભીપુર હતું કે કેમ, એ એક પ્રશ્ન જ છે. વિક્રમાદિત્ય પછીને એક રાજા અરબી સમુદ્રના
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy