SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૪૧ હતી. ત્યાં તે દેવકુમાર નામથી સંબોધા હતા, પરંતુ ઉજજયિનીમાં તેના પિતા વિકમાદિત્યની પાસે આવ્યા બાદ તેનું નામ “વિક્રમચરિત્ર” રખાયું હતું. શ્રીમેતુંગની સ્થવિરાવલી અથવા વિચારશ્રેણીમાં તેનું નામ ધર્માદિત્ય લખ્યું છે. એક જગાએ તેને વિક્રમસેન તરીકે પણ આલેખે છે. ૨૭૪ જ્યારે પુરાણોમાં તેનું નામ માધવસેન અથવા માધવાદિત્ય પણ મળી આવે છે. ઉપરોક્ત બધા લેખકેમાંથી કેઈ વિકલ્પ તરીકે પણ “નભસેન” એ નામને સ્પર્શ નથી. famોરી માં બલમિત્ર-ભાનુમિત્ર ૫છી “નહણ' નામ નેંધવામાં આવે છે. સંભવ છે કે, “નહવહણને બદલે એ “નહણ” નેંધાયું છે. જૈન સાહિત્યમાં શાલવાહનને-હાલ સાતવાહનને ભયચ્છ (ભરુકચ્છ-ભરૂચ)ના “નવાણુ”-નરવાહન રાજા પર હલે કરતે જણાવ્યો છે. એ નહવાણ વિક્રમાદિત્યને પુત્ર હોઈ તે તેના વડિલ ગર્દભસેન અને વિકમસેનની માફક સેનાન્ત હશે એવી ક૯પનામાંથી ઉપરોક્ત નહ ” એ નામ જન્મી ગયું હોય એમ લાગે છે. બાકી સત્ય વાત એ છે કે, શાલિવાહને ભરૂચના રાજા પર હલ્લો કર્યો હતો. તે રાજા નહવાણ નહિ, પરંતુ વિક્રમા દિત્યને પુત્ર વિક્રમચરિત્ર હતો. “માત્ર Hિવો' એ નિયુક્તિની ગાથામાં અને તેની ટીકામાં પ્રતિષ્ઠાનપુરના સાલવાહણની ભરૂચના રાજા નડવાણ પરની ચઢાઈની વાત લખવામાં આવી છે, પરંતુ પ્રતિષ્ઠાનપુરના અને ભરૂચના એ રાજાઓની સ્પષ્ટ ઓળખ થવી મુશ્કેલ છે. સંભવ છે કે, ભરૂચ પર કંઈક કાલ રાજ્ય કરતા, ઉજજયિનીના બલમિત્ર-ભાનુમિત્રના પુત્ર નવાહન પર અથવા તો ક્ષહરાટ રાજા “નહપાણ” પર મ. નિ. ની ચોથી સદીનાં મધ્ય બે ચરણોમાં વિદ્યમાન કઈ પ્રતિષ્ઠાનના સાતવાહન રાજાની એ ચઢાઈ હોય અને તે, પાછળની બલમિત્ર (વિક્રમાદિત્ય) ના પુત્ર વિક્રમચરિત્ર પર શાલિવાહને (હાલે કરેલી ચઢાઈની સાથે એકમેક થઈ જઈ વિવેક ન કરી ન શકાય તેવી રીતે હકીકતમાં લખાઈ ગઈ હોય. બાકી “નહણ” એ નામ તે આ સ્થળે પણ આપવામાં આવ્યું નથી. આમ છતાં વિક્રમચરિત્રનું નભસેન કે માધવસેન એવું સિમાન્ત કેઈ નામ હોય તે ભલે હે; પરંતુ વિકમસેન એવું નામ તેના પિતા વિક્રમાદિત્યનું હવા સંભવ છે, તેનું પોતાનું તે નહિ જ. શુભશીલગણિ પિતાના વિક્રમચરિત્રમાં સ્પષ્ટ રીતે વિક્રમચરિત્ર નામના જ રાજા સાથે શાલિવાહનની સંધિનો બનાવ આલેખે છે. ૨૭૫ (૨૭૪) પુરાતન પ્રબન્ધ સંગ્રહ-વિક્રમાંક પ્રબન્ધમાં વિક્રમપુત્ર- વિક્રમસેન સંબન્ધ પ્રબન્ધ પૃ. ૫ અને પ્રબન્ધકેશ-વિક્રમાદિત્ય પ્રબન્ધ પૃ. ૭૮ (સિં. શૈ. ગ્રંથમાલા ) માં વિક્રમાદિત્યના પુત્ર વિક્રમસેનને વિક્રમાદિત્યની ગાદીએ અભિષેક કર્યાની હકીકત છે. (૨૭૫) આમ છતાં વિક્રમચરિત્ર એનું નામ વિક્રમસેન પણ હેય તથા વિક્રમાદિત્યનું નામ સેનાત એટલે વિક્રમસેન ન જ હેય, અને આ માટે પ્રબન્યકારોને ઉલેખ પ્રામાણિક જ હોય તો તેને માનવામાં પણ કોઈ જાતને વિરોધ નથી. ૩૧
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy