________________
૨૨૮
અવંતિનું આધિપત્ય. તેરમા કે અગીઆરમા કાવ્યને બોલતાં શિવલિંગ ફાટયું અને તેમાંથી ધૂમ્રજવાલા-ધુમાડા સાથેની જવાળાઓ નિકળવા પૂર્વક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. (હું પહેલાં કહી ગયો છું તેમ) આ તીર્થ અસલ જેનેનું જ હતું અને સિદ્ધસેનના પ્રયત્નથી તે પાછું જૈનેનું થયું. આ પછી વિક્રમાદિત્ય સિદ્ધસેનના ઉપદેશથી ચુસ્ત જૈન બન્યો અને તેણે સંઘયાત્રાદિ ધાર્મિક કાર્યો કર્યા. ગુપ્તલિગે અને દુષ્કર તપ આદિએ કરાતા પારચિત પ્રાયશ્ચિત્તની બાર વર્ષની અવધિમાંથી આ સમયે સાત વર્ષ વીત્યાં હતાં, પરંતુ શાસનની મહાન પ્રભાવના કરવાના કારણે. જો કે હજુ એ પ્રાયશ્ચિત્તનાં પાંચ વર્ષ બાકી રહ્યાં હતાં તે પણ શ્રીસંઘે તેમને-શ્રીસિદ્ધસેનસૂરિને ગરછમાં લઈ લીધા.”
(“શ્રીસિદ્ધસેનસૂરિ માટે પ્રાયશ્ચિત્તને પ્રસંગ તેઓ જ્યારે ભરૂચમાં હતા ત્યારે ઉપસ્થિત થયો હતો અને તે વખતે વૃદ્ધવાદી હયાત હતા તેમણે એ પ્રાયશ્ચિત્ત આપ્યું હતું.” એમ કેટલાક કહે છે, જ્યારે કેટલાકનું કહેવું એમ છે કે, “તે વખતે વૃદ્ધવાદી સ્વર્ગસ્થ થયા હતા અને શ્રીસંઘે સિદ્ધસેનને પ્રાયશ્ચિત્ત આપ્યું હતું.” શ્રીસંઘે-શ્રીશ્રમણ સંઘે પ્રાયશ્ચિત્ત આપ્યું એ એક મતાન્તર છે. પ્રાયશ્ચિત્ત આપનાર એ શ્રમણ સંઘમાં કયા આચાર્ય આગેવાન હતા એમનું નામ કઈ લેખકે જણાવ્યું નથી. આ સમયમાં માધુરી વાચના પ્રમાણે આર્ય સમુદ્રસૂરિ યુગપ્રધાન હતા, જ્યારે વાલીવાચના પ્રમાણે આર્ય શિવતિમિત્ર યુગપ્રધાન મનાતા હતા. એ બન્નેને યુગપ્રધાનત્વકાલ મ. નિ. ૪૧૪ થી ૪૫૦ સુધીને છે. જે આ સમયે વૃદ્ધવાદી હયાત ન હોય તે, એ બે યુગપ્રધાનેમાંથી કઈ એકે સિદ્ધસેનને પ્રાયશ્ચિત્ત આપવામાં આગેવાની લીધી હોય અથવા તે એમની ગમે તે કારણે ગેરહાજરીમાં કેઈ અન્ય જ આચાર્ય શ્રીસંઘની આગેવાની લીધી હોય અને શ્રીસિદ્ધસેનને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, પરંતુ આ સંબંધમાં કઈ પણ જાતના સ્પષ્ટ ઉલલેખના અભાવે અમુક નિશ્ચય પર આપણે આવી શકીએ તેમ નથી. કદાચ, વૃદ્ધવાદી હયાત હોય તે, સંભવ છે કે, તેમણે આગેવાની લીધી હોય ને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય. સિદ્ધસેનાચાર્યે ચિત્રકૂટમાં, તે પછીના વિહારમાં ને કરનગરમાં કેટલો સમય વીતાવ્યો હતું, તેને ઉલ્લેખ ન મળી શકવાને લઈ તેઓ ભરૂચમાં ક્યારે આવ્યા અને ઉપરોક્ત પ્રાયશ્ચિત્તનો પ્રસંગ બને, એનું મ. નિ. ગત વર્ષે ચોક્કસ રીતે દર્શાવી શકાય તેમ નથી. બાકી, એ પ્રાયશ્ચિત્તના પ્રસંગ પછી સાત વર્ષ વીત્યા બાદ તેઓ ઉજજયિનીમાં હતા એ તે મહાકાલમંદિરના સંબંધમાં બનેલી ઘટનાથી સ્પષ્ટ થાય છે. સંભવ છે કે, આ પછી તેમણે કેટલોક કાલ ઉજજયિની, કારપુર વિગેરેમાં વીતાવ્યા હોય.)
એક વખતે શ્રીસિદ્ધસેનસૂરિ ચાર શ્લોક સાથે વિક્રમાદિત્યની મુલાકાતે ગયા હતા. ત્યારે પિતાના વર્ણનાત્મક એ ચાર કોને જુદી જુદી દિશામાં મુખ ફેરવવાપૂર્વક સાંભળતે વિક્રમાદિત્ય આચાર્યશ્રીની અદભુત કવિત્વશક્તિથી રંજિત થઈ તેમને રાજ્ય આપવા માંડે છે, પરંતુ નિસ્પૃહ તેઓ તેને અસ્વીકાર કરે છે ત્યારે, એ રાજાને તેમના પર અત્યંત આદર થાય છે અને તે તેમને પિતાની રાજસભાન એક પંડિતરત્ન તરીકે