SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૨૨૭ એ મદદથી વિજયવર્મા પર વિજય મેળવ્યું અને પિતાને આવી પડેલી આફતના અધકારમાંથી બચાવ્યો તેથી તેણે શ્રી સિદ્ધસેનસૂરિને 'દિવાકરીના બિરુદથી સન્માનિત કર્યા, એટલું જ નહિ પરંતુ તેમને આગ્રહપૂર્વક પાલખી વિગેરે પણ અર્પણ કર્યા. તેમને કરાયેલા આવા ગૌરવથી તેઓ ઋદ્ધિ આદિ ગૌરવ વિગેરેના પ્રમાદમાં પડી ગયા. શ્રી વૃદ્ધવાદી તેમની આવી સ્થિતિને સાંભળતાં કરનગરે ગયા અને તેમણે યુક્તિપૂર્વક તેમની પ્રમાદદશાનું તેમને ભાન કરાવ્યું. ગુરુએ જાગૃત આત્માને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કર્યો. આ પછી વૃદ્ધવાદી સ્વર્ગસ્થ થયા હતા.” (કમ્મરનગરના રાજા દેવપાલે કુમુદચન્દ્રસૂરિને “સિદ્ધસેન દિવાકર'નું બિરુદ આપ્યું હતું કે કુમુદચન્દ્રમુનિને આચાર્ય પદ આપતી વખતે ગુરુએ તેમને સિદ્ધસેનસૂરિ તરીકે જાહેર કરાયેલા હોઈ, એ રાજાએ શ્રીસિદ્ધસેનસૂરિને ફક્ત “દિવાકરનું જ બિરુદ આપ્યું હતું, એ હું સ્પષ્ટ સમજી શક્યો નથી; તેવી જ રીતે સાધનના અભાવે અને મતાન્તર હેવાના કારણે એ પણ સ્પષ્ટ સમજી શકાતું નથી કે, શ્રીવૃદ્ધવાદી કર્માના પ્રસંગ પછી તરત જ સ્વર્ગસ્થ થયા હતા કે શ્રી સિદ્ધસેનસૂરિને ભરૂચમાં પારસંચિત પ્રાયશ્ચિત્ત અપાયા બાદ કાલાન્તરે સ્વર્ગસ્થ થયા હતા.) શ્રીસિદ્ધસેનદિવાકરે એકવાર મૂળ જૈન આગમને પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત ભાષામાં ફેરવી નાખવાને વિચાર દર્શાવ્યો હતો. આ વિચાર પ્રાકૃતમાં આગમ રચનારા મહાપુરુ. ના અપમાન રૂપ હતું તેથી તેમને ભારે ઠપકે દેવામાં આવ્યો ત્યારે ક્ષમા માગી ને થયેલા અપરાધ માટે શ્રીશ્રમણ સંઘ જે પાયશ્ચિત્ત આપે તે કરવા તેમણે કબૂલ્યું. શ્રીસંઘે તેમને પારાચિત નામનું પ્રાયશ્ચિત્ત આવું. બાર વર્ષ સુધી ઍનલિંગ-જૈન સાધુને ને વશ ત્યાગ કરે અને જૈનશાસનની કઈ મોટી પ્રભાવના-ઉન્નતિ કરે ત્યારે એ પ્રાયશ્ચિત્ત પૂર્ણ થાય, એવા એ પ્રાયશ્ચિત્તને શ્રીસંઘની આજ્ઞાથી સ્વીકારી શ્રીસિદ્ધસેને સાત વર્ષ સુધી અવધૂત વેશે જયાં ત્યાં ભ્રમણ કર્યું અને તેઓ ફરતા ફરતા ઉજજયિનીમાં આવ્યા. અહિં મહાકાલના-કુઇંગેશ્વરના મંદિરમાં શિવલિંગને અપમાન થાય તેવી રીતે તેઓ લિંગ તરફ પિતાના પગ પસારીને સૂતા. આ હકીકત વિક્રમાદિત્યના જાણવામાં આવતાં તેણે આ અવધૂતને બળથી દૂર કરવાનો હુકમ કર્યો. તેમને ફટકારવામાં આવ્યા; પરંતુ સિદ્ધસેનને મારવામાં આવેલા મારની અસર તેમને ન થતી અને પિતાના અંતઃપુરને થતી જાણી ચમત્કાર પામેલ વિક્રમાદિત્ય પિતે મહાકાલના મન્દિરે આવ્યો. તેણે સિદ્ધસેનને મહાકાલ શિવનું અપમાન ન કરતાં તેમની સ્તુતિ કરવાને કહ્યું. પોતે કરેલી સ્તુતિ આ શિવ સહન કરી શકશે નહિ, એમ સિદ્ધસેને કહ્યા છતાં પણ, જ્યારે વિક્રમાદિત્યે આગ્રહ કર્યો ત્યારે તેમણે સુપ્રસિદ્ધ એવા “જા ૦િ ’ નામના તેત્રથી સ્તવના આરંભી. એ સ્તોત્રના ___ " अथवा तिसु आइल्ले सु णित्वत्तणाधिकरणं तत्थ ओगलिये एगिदियादि पंचविधं તં કોળી જાતિ કા રિરાથuિળ અરસા વાતા" નિ. ચુ. ઉ. ૪.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy