SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ઉપર કરેલા વિવેચન પરથી સિદ્ધ થાય છે કે, વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરનાર ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત વિગેરે સમ્રાટે; તેમ જ અઝીઝ, કનિષ્ક, અગ્નિમિત્ર કે કોઈ આન્ધરાજા; અથવા તે વિક્રમાદિત્ય ઉપાધિને ધારક આન્દ્રભૂત્ય શૂદ્રક, મિત્રક યશોધર્મા કે સંપ્રતિ પછી તરત જ રાજ્ય પર આવેલા બલમિત્ર-ભાનુમિત્ર; તેમને કઈ પણ સમ્રાટ ચાલુ વિક્રમ સંવતને પ્રવર્તક વિક્રમાદિત્ય નથી. ચાલુ વિકમ સંવતને પ્રવર્તક વિક્રમાદિત્ય એ જ છે કે, જે ગÉભિલ્લ (ગન્ધર્વસેન)ને પુત્ર હોઈ પહેલાં ભરૂચને શાસક હત અને પિતાના મામા કાલકાચા લાવેલા શકને, ઉજજયિનીના અધિપતિ પોતાના પિતા ગભિલને શિકસ્ત આપી સાધ્વીને મુક્ત કરાવવામાં સહાયક હતો તથા પાછળથી ઉજજયિનીમાં આધિપત્ય ભોગવતા શકને ત્યાંથી દૂર કરી પિતે ત્યાંને અધિપતિ થયો હતે. તે મૌર્ય તિષ્યગુપ્તના પુત્ર બલમિત્રના પૌત્ર ગભિલને પુત્ર હેવાથી મૌર્યું હતું તેમ ગભિલવંશીય પણ હતો. પછી તે બહુશ્રુતે કહે તેજ સત્ય અને શ્રદ્ધેય હેઈ શકે. જેનેતર અને તેમને અનુસરતા કેટલાક જૈન લેખકે, ગર્દભિલ (ગન્ધર્વસેન) પછી તેણે પુનર્લગ્નથી લાવેલી વિધવા બ્રાહ્મણપુત્રીની આંગળીએ આવેલા અથવા મતાન્તરે પરિણીત રાણીથી જન્મેલા ભતૃહરીને ઉજજયિનીના સિંહાસન પર લાવે છે, “આ ભતૃહરીએ બહુ જ ઉદારતાથી ધનને વ્યય કરતા અને રાજ્યને ખજાને કરતા વિક્રમને ઠપકો આપતાં સ્વમાનશીલ તે ઉજ્જયિની છેડીને ચાલ્યા ગયે; પાછળથી પિતાની અત્યન્ત પ્રેમપાત્ર ૫ટ રાણીનું અનાચરણ ભતૃહરીએ જાણ્યું ત્યારે તેણે વિરક્ત થઈ રાજપાટ છોડી દીધું અને મન્સીઓએ ઉજયિનીની ખાલી પડેલી ગાદી પર અવનવા લાયક શમ્સ સ્થાપન કરવા માંડ્યા, અને તેઓ જ્યારે કેઈ “વૈતાલ” જેવી દિવ્ય શક્તિથી મૃત્યુ પામ્યા ત્યારે એ હકીકતથી વિદિત વિક્રમ ઉજ્જયિની પાછો ફર્યો. એણે ઉજજયિનીનું સિંહાસન સંભાળી લીધું અને સત્વ તથા બુદ્ધિબળથી વૈતાલને વશ કરી આજ્ઞાંકિત બનાવ્યો.” ભતૃહરી પછી વિક્રમાદિત્ય ગાદી પર આવ્યો તે સંબંધમાં ઉપરોક્ત લેખકે આવી રીતે લખી રહ્યા છે; પરંતુ એ સર્વ સત્ય છે કે દન્તકથાઓથી ભેળસેળ થઈ અર્ધસત્ય છે અથવા તો કેઈનું કઈ જગાએ ગોઠવાયેલું હેઈ પાયા વિનાનું છે, એને નિર્ણય કરે મુશ્કેલ છે. આમ છતાં સત્ત્વશીલ એ રાજાને “વૈતાલ' જેવી દિવ્ય શક્તિની સહાય હતી એ વાત તે નકી જ છે. | વિક્રમની વાર્તાના લેખકે લખે છે કે, બલિપૂજાથી સંતપિત વૈતાલે વિક્રમાદિત્યનું આયુષ્ય ૧૦૦ વર્ષ કહ્યું હતું. દિવ્ય વચન ચમત્કારો પર વિશ્વાસ નહિ રાખનારાઓ કદાચ એ પર આધાર ન રાખે, પરંતુ ગણતરીએ પણ એ દિવ્યકથન સત્ય જ લાગે છે. જ્યારે ગર્દભિલું આદપુરમાં રાજ્ય કરતો હતો ત્યારે તેણે આશરે ૧૮ વર્ષની વયના વિક્રમાદિત્યને ભરૂચ પર શાસન કરવા ની હશે. આ પછી ગભિ પાંચેક વર્ષ આનર્તમાં અને તે પછી ૧૩ વર્ષ ઉજયિનીમાં રાજ્ય કરતું હતું ત્યારે એટલે અઢારેક વર્ષ વિક્રમ દિત્ય ભરૂચ પર શાસક તરીકે રહ્યો. ત્યાર બાદ ત્રણ વર્ષ એ આન્માદિ પ્રદેશમાં યુદ્ધની
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy