________________
અવંતિનું આધિપત્ય
૨૧૫
પિતા ગર્દભિલના એ અપકૃત્ય સામે વિરોધ ઉઠાવે એ સ્વાભાવિક છે. પરિણામે, તેને પિતા તરફથી અપમાન થયું હોય એ ઘટી શકે છે.
“પ્રભાવરિતકાર' કહે છે કે –“શકસાહિઓ પાંચાલ અને લાટ દેશના રાજાઓને જીતી અવન્તિના સીમાડે પહોંચ્યા હતા. આને અર્થ એ પણ થાય છે, કાલકાચાર્યને ભાણેજ બલમિત્ર કદાચ શક–સાહિઓની મદદે ન પણ ગયો હોય અને તટસ્થ જ રહ્યો હોય, પરંતુ જ્યારે તેણે ગર્દભિલના રાજ્યભ્રષ્ટ કે મૃત્યુ થયા બાદ અવન્તિનું રાજય શકસાહિઓના હાથમાં જતું જાણ્યું, ત્યારે તેણે અવન્તિ પરને પિતાને વારસાહક મેળવવાની તૈયારી કરવા ખાતર, પહેલાં કહેવામાં આવ્યું છે તેમ, તે આ~રાજાના પ્રદેશમાં ચાલ્યો ગયો હશે. પ્રભાવકચરિતકારના કથન પર વિશેષ આધાર ન રાખીએ અથવા તેમાં રહેલી અસ્પષ્ટતાને લઈ સંદિગ્ધ રહેતા હોઈએ, ત્યારે આપણે વધારે વજનદાર પ્રાચીન ગ્રન્થ શું કહે છે તે તરફ ધ્યાન આપવું જોઈએ. “નિશીથચૂર્ણિ' વગેરે પ્રાચીન ગ્રન્થોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે –“કાલકાચાર્ય ગઈ ભિલ સામેના યુદ્ધમાં શસાહિએની સાથે લાટના રાજાઓ અને અન્ય રાજાઓને લઈ ગયા હતા. ગેરવાજબી રીતે અપમાનિત થયેલો બલમિત્ર “ગુણેથ૪િ૦૩૨, દાગ જામવાડા કરજાતિન્ના, કાદ મતિ શાસન ” એ ન્યાયે પિતાના પિતાની પણ સામે પિતાનું ક્ષત્રિયવટ દર્શાવે છે તે અનુચિત નથી. અને તેથી એવી શંકા કરવાનું કારણ નથી કે, ગર્દભિલ્લ સામે લડનારો લાટ રાજા બલમિત્ર તેને પુત્ર નથી. નીતિ, ધર્મ અને આબરૂને વિષમ પ્રશ્ન ખડે થાય ત્યારે સજજનેને લેહીના સંબંધ પર લક્ષ્ય આપવું પાલવતું નથી. અનીચ્છાએ પણ એ સબંધ બાજુએ મુક પડે છે.
બલમિત્રે ગઈભિલ્લનું ઉત્થા૫ન કે ઉચ્છેદ કરવામાં મદદ કરી, પરંતુ તે પછી જે. કા૦ ગ૦ પ્રમાણે ઉજજયિનીના તખ્ત પર ત્રણ ચાર વર્ષો સુધી શકસાહિ જ રાજ્ય પર રહ્યો છે તે પરથી સ્પષ્ટ સમજાય છે કે, ગર્દભિલ પછી તરત જ ઉજજયિનીની ગાદી પર બલમિત્ર આવ્યો નથી. આમ છતાં “પ્રાકૃત કથાવલી” કાર કેણ જાણે શા આધારથી લખે છે કે, “સાહિરાણાઓએ બલમિત્રને ઉજજયિનીના સિંહાસને અભિષિક્ત કર્યો.” સંભવ છે કે, ગર્દભિલને ઉચછેદ થયા બાદ તરત જ બલમિત્રને ઉજજયિનીની ગાદી મળી હોય; પરંતુ બલવાન શકે એ અલ્પ બલવાળા સાધનહીન તેને ત્યાં સ્થિર થવા દીધો ન હોય અને તેથી તેને આશ્વ તરફ ચાલ્યો જતો અને લશ્કરી તૈયારી કરતો આપણે સાહિત્યમાં વાંચીએ છીએ. હું પહેલાં જણાવી ગયો છું કે, આન્ધ તરફ ચાલ્યા ગયા બાદ ત્યાં પુરતી તૈયારી કર્યા પછી, તેણે આલ્બ રાજા દ્વીપિ સાતકણની મદદ મેળવી શકેને હરાવ્યા અને ઉજજયિનીનું આધિપત્ય મેળવ્યું તથા આશરે ૫૬ કે ૧૭ વર્ષ પૂર્વે થઈ ગયેલા બલમિત્રભાનુમિત્રમાંના બલમિત્રથી પિતાને ભિન્ન ઓળખાવવા પિતાનું નામ બલમિત્રના અનર્થાન્તર તરીકે વિક્રમાદિત્ય રાખ્યું. આ સર્વ પરથી સમજાશે કે, બલમિત્રભાનુમિત્રથી ચાલુ વિક્રમાદિત્ય જુદી જ વ્યક્તિ હેઈ, બલમિત્ર-ભાનુમિત્ર શકારિ વિક્રમાદિત્ય નથી.