SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪રી અવંતિનું આધિપત્ય. વૈદિકોની ધમધતામાંથી જે કાંઈ બચી જવા પામ્યું હતું અથવા તે છીદ્ધાર કે નવીન સર્જન થયું હતું તે પણ મોટા ભાગે ભસ્મીભૂત થઈ ગયું. આવી સ્થિતિમાં પશ્ચિમ ભાર તના કેટલાક રાજપુત રાજાઓએ શ્રદ્ધા કે માધ્યમથી અને મુસ્લીમ રાજકર્તાઓમાં કઈ કેઈએ સહિષ્ણુતાથી જૈનત્વ તરફ સહાય કે સહાનુભૂતિ ન દર્શાવી હતી અને જનસંઘમાં જૈનત્વને જીવંત રાખવાની મૌલિક સૈદ્ધાંતિક તાકાત ન હતા તે આજે બૌદ્ધ કે વૈદિક સાહિત્યમાં જૈનત્વના પ્રત્યાઘાતી અમુક ઉલેખે સિવાય જૈનત્વ વિષે બીજું કાંઈ પણ અર્વાચીન સંશોધકોને હાથ લાગત નહિ, અને એ પ્રત્યાઘાતી ઉલ્લેખેને કેવા કેવા અથભિપ્રાયમાં તેઓ ઘસડી ગયા હત? આજે અમુક પ્રમાણમાં જેનસ્થાપત્ય અને સાહિત્ય વિદ્યમાન છે તે પણ તેના તરફ બેદરકાર રહી અથવા તે તેને જેમ બને તેમ મારી મચડીને વધારે ને વધારે અર્વાચીન કરાવવા મથતા રહી કેટલા ય મતાગ્રહી લેખકે જૈનત્વનું ઘણું ય બૌદ્ધાદિના નામે ચઢાવે છે, તે પછી સંપ્રતિ જેવા જૈન સમ્રાને “સંબાતી સંપદી, કે “સંગત જેવાં નામેના નીચે નહિવત્ જે કરી નાંખે તે તેમાં કાંઈ નવાઈ નથી. - જૈન સાહિત્યમાં કુમારપાળ વિષે ઘણું લખાયેલું હાલ મળી આવે છે. તેની ધાર્મિક પ્રવૃત્તિઓ વિશાલ હતી. એ મહારાજા પાક્રમી ને પરમાર્વત હતે. જૈનસૃષ્ટિમાં તેનું સ્થાન મહત્વભર્યું છે. વિદ્યમાન સાહિત્યમાં હિમવંતભેરાવલી સિવાય અન્યત્ર નહિ વંચાય અને કલિંગના શિલાલેખમાં સેંકડો વર્ષ સુધી છુપાયલો જેન ચક્રવર્તી ખારવેલ આજે આપણને એ લેખમાંથી, કેઈ કઈ બાબતમાં કુમારપાળથી ય વધારે પિતાની ધાર્મિકતા અને તેના અંગેની પ્રાભાવિક પ્રવૃત્તિ એ વંચાવી રહ્યો છે. કુમારપાળ અને ખારવેલ એ બન્નેમાં ખારવેલનું સ્થાન અમુક દાષ્ટએ વધારે મહત્વનું ભાસે છે. આ બન્ને ભૂપાળો કરતાં ય વધારે મહત્ત્વની સંપ્રતિની પ્રવૃત્તિઓને ખ્યાલ આપતું સાંપ્રદાયિક સાહિત્ય એના પછીથી આજ સુધીમાં થઈ ગયેલા સર્વ રાજા મહારાજાઓમાં એને-સંપ્રતિને અગ્રસ્થાન આપે છે. પછી ભલેને, સાહિત્યમાં તેને વિશેષ સ્થાન અપાયલું આજે ઉપલબ્ધ ન થતું હોય કે તેણે કોતરાવેલ એકાદ પણ શિલાલેખ આજે નજરે ન પડતું હોય, અથવા શ્રી હેમચંદ્રસૂરિજીના ઉલેખાનુસાર ધાર્મિકતામાં જ “પ્રિય” માનનારે એ સવ૫ર પ્રિય સાધનાર પ્રિયદર્શી પેલા મશહૂર શિલાલેમાને “રેવાનંદ વિચારી નાગા' ન પણ હોય. કાંઈક પુનરુક્તિ કરીને ટુંકામાં કહીએ તે, અશેકશ્રીના-અશેકવર્ધનના પોત્ર સંપ્રતિનું સામ્રાજય ભારતના લગભગ બધા ય પ્રદેશમાં અને ભારત બહારના-હિમાલય પેલી પારના અને નૈબર આદિ ઘાટેથી વાયવ્યના પ્રદેશમાં દૂર દૂતિર પરેલું હતું. યવની ઉપમાથી ઉપમા, મૌર્ય સામ્રાજ્ય ચંદ્રગુપ્તના એક છેડાથી વૃદ્ધિ પામતું અત્યારે યવના મયની જેમ સંપૂર્ણ વૈભવના વિસ્તારમાં આવી પહોંચ્યું હતું. મૌર્ય સામ્રાજ્યને સૂર્ય એના રાજ વકાલ દરમીયાન મધ્યાહની વેળ શો તપી રહ્યો હતો. ભાર પાક્રમ અને
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy