SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૪૧ જિનમન્દિર અને જિનમૂર્તિ એના પરિવત કે। તથા વિષ્ણુ સકેાના હાથે જૈનત્વની નિશાની દાખવતું સઘળુંય સ્થાપત્યાદિ નાશ પામ્યા છતાં ય, એ મૂળ રૂપે કે જીર્ણોદ્ધાર રૂપે મેવાડ, મારવાડ અને સારઠ આદિ પ્રદેશેામાં કાંક ક્યાંક જોવામાં આવે છે. અન્ય મન્દિરા અને મૂર્તિઓથી જુદી પડતી સંપ્રતિના મદિરા અને મૂર્તિ આની કહેવાતી ખાસીયત અને તેમાં જણાતી સહજ પ્રાચીનતા આજે પણ આપણને એ રાજાની યાદ દેવડાવે છે. એ વાત ખરી છે કે, સપ્રતિની પ્રવૃત્તિએ વિષેના તેના સમયના કે તે પછીના તત્કાલના સમયના અક્ષરા આજે આપણને ઉપલબ્ધ થયા નથી. એ સમયમાં અને એ પછીના પણ લાંબા સમયમાં પેાતાનાં કાર્યાની સાથે પેાતાના નામની કે એવી કેઇ અન્ય જાહેરાત કરવાની પદ્ધતિ જ ઓછી હતી. ‘કાનુ કુમાન છે' એ જણાવવાની ખાસ મહત્વભરી આવશ્યકતાને જ લઈ ન છૂટકે પેાતાનાં ક્માનામાં અને તેના શિલાલેખામાં પ્રિયદર્શીને * દેવાનંપિય વિચક્ષી રાના' લખવું પડ્યુ છે. એ આપણે ભૂલવું જોઇએ નહિ કે, તેમાં પણ પેાતાના પ્રસિદ્ધ બિરુદથી જ કામ લેવાયું છે, કે જે બિરુદ સામાન્ય નામ જેવું જ છે. એ જમાનાની પ્રણાલી પ્રમાણે, આ સુહસ્તિના દર્શનથી પેાતાના પૂર્વભવની જાતિના સ્મર્તો વ્રતધારી મહાશ્રાવક સંપ્રતિ નામરૂપનું બહુ મહત્વ ન માને અને કાઇ પણ ઠેકાણે તેને ન કતરાવે તે તેમાં કાંઈ નવાઈ નથી. શ્રીમહાવીરની હયાતિમાં ભરાવેલી પ્રતિમાઓમાં તથા સંપ્રતિએ બનાવેલાં જિનમદ્ઘિ અને મૂર્તિ આમાં સ્થાપત્યગત કેાતરાયલા અક્ષરો જોવા ઈચ્છનારાએ એ સમયનાં રાજગૃહી, વૈશાલી, ચંપા, પાટલીપુત્ર, કૌશામ્બી, વિદિશા, વિગેરે હજારા નગરનગરીઓના સંબંધમાં મૂળ સ્થલાદિય નક્કી કરવામાં આજે અજ્ઞાન કે અનિશ્ચિત દશામાં છે; આવી સ્થિતિમાં અતીવ પ્રામાણિક જૈનાચાર્યોના સંપ્રદાયને ‘ દંતકથાઓ ’ ના નામે અવિશ્વસનીય માનવા મનાવવાનું કાંઇ કારણ નથી. સંપ્રતિના પછી તરત જ એટલે પુષ્પમિત્રોના સમયથી લઇ વૈદિકાએ બૌદ્ધત્ત્વની જેમ જૈનવને ભારતમાંથી ભૂસી નાંખવા વખતાવખત જે ઝૂલમાટભર્યો અકથ્ય મહાન પ્રયત્ના કર્યો છે તેની સાક્ષી જગન્નાથપુરી, પશુપુર, હરદ્વાર, દ્વારિકા, ઉજ્જયિન: વિગેરે સખ્યાબંધ સ્થળોનાં સ્થાપત્યે અને ભારતની સંખ્યાબંધ જાતિઓ આજે પણ આપણને આપી રહી છે. મી. વિન્સેન્ટ સ્મીથન પણ લખવું પડ્યુ છે કે –“વખતેાવખત ધર્માધ રાજાએ ઝનુનમાં આવી જઈ જંગલી ક્રૂરતાભર્યા કર્મો કરતા અને જૈન કે બૌદ્ધો સામે ખરેખમાં જીલમભર્યા પગલાં ભરતા એ વાત ખરી છે. મા ઇતિહાસમાં એવાં કૃત્યેાના ચાક્ખા અને પુરવાર થયેલા દાખલા આવશે અને તે શિવાયના અને એ ઇતિહાસની મર્યાદા બહારના બીજા પણ એવા દાખલા નાંધાયલા છે. ” ૨૦૫ ઉપરાંત મુસ્લીમ ધર્મોષતાએ પણ ભારતની પ્રાચીન નિશાનીઆના સર્વથા નાશ કરવા તેની રાજસત્તાના બધા ય ઉપયોગ કરી દીધા છે; એ આગમાં, (૨૦૫) હિન્દુસ્તાનનેા પ્રાચીન ઇતિહાસ ( પૂર્વાધ ) પૃ. ૨૬૯. ( ગુ. વ. સા. નું. )
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy