SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૩૩ સ્થળમાં હોવાને લીધે પાટલીપુત્રના કરતાં ઉજજયિનીની વિશેષ અનુકૂલતા વિગેરે પણ હોય. પશ્ચિમના પ્રદેશ પર અધિકાર શરૂ થયો ત્યારથી જ મગધના સમ્રાટોએ ઉજજયિનીને મહત્ત્વ આપી ત્યાં મુખ્ય રાજકુમારની-યુવરાજની સુબેદારી રાખવાનું તથા પાછળના સમયમાં મો સમ્રાટોએ જાતે પણ વખતોવખત ત્યાં રહી પશ્ચિમ તરફના પ્રાંત પર નજર રાખવાનું ચાલું રાખ્યું હતું. ગમે તેમ પણ હવે, અજાતશત્રુના સમયમાં ચંપા રાજધાની બનતાં રાજગૃહીમાં પેટાશાખા સ્થપાઈ તેની ગણતા થઈ ગઈ તેમ, ઉજજયિની રાજધાની બનતાં પાટલીપુત્રમાં પેટાશાખા સ્થપાઈ તેની ગણતા થઈ ગઈ હિમવતરાવલી કહે છે કે, “મ. નિ. ૨૪૬ વર્ષ આ પેટાશાખાને રાજા અ ને પુત્ર પુણ્યરથ હતે” ૧૮૪ અંધ થવાના કારણે કુણાલનું યુવરાજપદ નષ્ટ થતાં જે રાજકુમારને યુવરાજ પદે સ્થાપી કુમારભુક્તિમાં ઉજજયિની આપી હતી તે રાજકુમાર જ આ પુણ્યરથ રાજા હશે, એમ લાગે છે. છેલ્લી સદીના અર્વાચીન લેખકે પાટલીપુત્રની ગાદી આમ પુણયરથને નીમી ચાલુ રખાઈ તેને મગધ સામ્રાજ્યના ભાગલા માને છે, પરંતુ જૈનસાહિત્ય પરથી સમજાય છે કે, એ સામ્રાજ્યના ભાગલા નથી, પણ પાટલીપુત્રના પ્રદેશ માટે કાયમ એક નવીન પ્રબંધ છે. આજ સુધી એ પ્રદેશ સમ્રાટની સીધી સત્તા નીચે રહે, અવન્તિ અને તેના હાથ નીચેના પ્રદેશોને વહીવટ યુવરાજની મારફતે થતું અને અન્ય મોટા પ્રાન્તને વહીવટ અન્ય રાજકુમારની મારફતે થતું. ચન્દ્રગુપ્તના સમયથી અથવા તેથી ય પહેલાંના સમયથી જે આવી રીતને રવૈયે પડી ગયો હતો તેમાં સામ્રાજ્યની રાજધાની બદલાવાથી આ સમયે જરૂર ફેરફાર થયે. અવન્તિ સમ્રાટની સીધી હકુમત નીચે આવ્યા, જ્યારે પાટલીપુત્રને પ્રદેશ ત્યાંના માંડલિકરાજા મારફતે હકુમતવાળો બજો, કે જેવી રીતે રાજગૃહીને પ્રદેશ ઘણા સમયથી માંડલિક રાજાઓ મારફતે હકુમતવાળો બન્યું હતું. પ્રાંતના રાજકુમાર મહામાત્રો-સુબાઓ વિશાલ સત્તા ધરાવનારા હોવાથી પ્રાંતના પ્રજાજનેની અને ગ્રંથકારની દષ્ટિએ એ સમયમાં તેઓ રાજાઓ જ હતા, પરંતુ તેમની અપેક્ષાએ બની શકે ત્યાં સુધી કાયમી અને વારસાગત નીમણુકને લઈ રાજગૃહીના રાજાઓમાં ખાસ વિશેષતા હતી. પાટલીપુત્રની નવીન વ્યવસ્થામાં પણ એવી વિશેષતા હતી એમ થેરાવલીના ઉલ્લેખથી સમજાય છે, પણ તેને અર્થ એ ન કરવો જોઈએ કે, રાજગૃહીના કે પાટલીપુત્રના રાજાઓ મગધ સામ્રાજ્યથી સ્વતંત્ર હતા. રાજગૃહીની પેટાશાખા વિરોધી બંડખોર તરીકે ઉભી થઈ નથી. એ વિષે પૂર્વે લખાઈ જ ગયું છે. પાટલીપુત્રની પિટાશાખા પણ વિરોધી બંડખોર તરીકે ઉભી ન થતાં સંપતિના હાથે જ ઊભી કરાઈ છે અને તે ઉજજયિનીના તાબે જ હતી. જૈનગ્રંથકાર “સંપ્રતિ ઈન્દ્રની જેમ પ્રચંડ શાસનવાળે હતો” (१८४, पाटलिपुत्तम्मि य णयरे असोअणिवपुत्तो पुण्णरहो वि वीराओ छयालीसा हिय-दोसयवासेसु विश्कतेसु सुगयधम्माराहगो रज्जम्मि ठिओ ॥" હિમ ઘેરા પ. ૫ (મુદ્રિત)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy