SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. પણ પડે છે. અર્વાચીન વિદેશી ઈતિહાસકારો, લેગસના પુત્ર કેલેમી વિગેરેનાં અને મેગાસ્થનીસ વિગેરેનાં વ્યવસ્થિત કે અવ્યવસ્થિત લખાણનું અનુસંધાન કરી તે પરથી ગ્રંથો સજાવનારા એરિયન, એપિયન, વિગેરે ગ્રંથકારના લખાણોના આધારે, એલેઝાંડરની તથા સેલ્યુકસ નિકેટરની ભારતના વાયવ્ય પ્રદેશ પરની ચઢાઈની વિસ્તૃત હકીકતે લખી ગયા છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે, ભારતીય લેખકો વિદેશી ઇતિહાસકારોએ પિતાની કલમ ઉઠાવી ત્યાં સુધી એ વિષે ચુપ જ રહ્યા છે. ગ્રીક અને રોમન પ્રાચીન ઈતિહાસકારોએ ઝાંડેમીસ અથવા અંગ્રેમીસ અને સેન્ડેકેટસ જેવા ઉચ્ચારણ થતા શબ્દો વાપર્યા છે. અર્વાચીન વિદેશી ઈતિહાસકારોએ એ શબ્દને નન્દ અને ચન્દ્રગુપ્તનાં ગ્રીકને ફાવતાં ઉચ્ચારણ તરીકે માન્યા અને એલેક્ઝડર તથા ચન્દ્રગુપ્તના સમાગમ વિગેરેની હકીકતે લખી નાખી, પરંતુ સ્વતંત્ર વિચારના કેટલાક અર્વાચીન ભારતીય ઈતિહાસકારેને એ ગળે નથી ઉતરતું કે, ચંદ્રગુપ્ત અને એલેક્ઝાંડરને ભેટે થયો હતે. આમ છતાં હિમવંત શૂરાવલી ભારતીય પ્રાચીન ઉલ્લેખમાં અપૂર્વ એવી એક વાત છે છે કે, “અતીવ પરાક્રમી એવા ચંદ્રગુપ્ત યવનાધિપ સિલકિસની સાથે મૈત્રી કરી હતી અને પોતાના રાજ્યને વિસ્તાર કર્યો હતે.”૧ ૨૨ થેરાવલી ચંદ્રગુપ્તને અતિપરાક્રમી, સિલકિસને મિત્ર બનેલ ને રાજ્ય વિરતૃત કરતે આલેખી સૂથન કરી રહી છે કે, ચંદ્રગુપ્ત પિતાના અતુલ પરાક્રમથી સિલક્સિ, કે જે શબ્દ સેલ્યુકસને મળતો જ છે, તેને | (૨૨) “ + + + અપરમગુઓ ગુનાહિસિવિલેજો ફ્રિ મિત્રો સાથે णियरजवित्थरं कुणमाणो विश्ररइ ।" હિમ૦ થે(મુકિત) ૫, ૩, ૪. એ ઇતિહાસસિદ્ધ હકીકત છે કે, ચાણયે નન્દનું રાજય ઉખાડી નાખવા પાર્વતીય પ્રદેશના રાજાની મદદ લીધી હતી, પણ આપણે અનુમાન કરી શકીએ કે એ તેને અંતિમ પ્રયત્ન છે તે પહેલાં એણે એવા પ્રકારના ધણુ ય પ્રમત્નો કર્યા હશે, વિદેશી ઈતિહાસકારો કહે છે તેમ, વિદેશી આક્રમણકાર એલેકઝાનરના પંજાબ પરના આક્રમણ સમયે ચાણકય ચન્દ્રગુપ્તને સાથમાં લઈ પિતાને ધાર્યો હેતુ સિદ્ધ કરવા પંજાબના પ્રદેશમાં ઘૂમી રહ્યો હોય અને તેણે અલેકઝરની સાથે ચન્દ્રગુપ્તની મુલાકાત ઊભી કરી હોય. ચાણકય હેતુ અલેકઝાંડરની માતે મગધ સામ્રાજ્યને સંકટમાં મુકી પિતાનું ધાર્યું સિત કરવાનું હોય એ બનવાજોગ છે. ચામુકમનો એ હેતુ પાર પડયો નથી અને એલેકઝાન્ડર પરિણામે નિષ્કળ એવી ધમાચકડી કરી ચાલ્યો ગયો છે એવી સ્થિતિમાં મહત્ત્વની જ નધિ લેતું જેન. સાહિત્ય ચૂપ જ રહ્યું હોય તે તેમાં કાંઈ નવાઈ નથી. પરંતુ તે પરથી “ચન્દ્રગુપ્ત પંજાબને જોયો હોય એમ પુરવાર કરાયું નથી ' એમ કહી ચન્દ્રગુપ્તના વાયવ્ય ભારતની પેલી પાર સુધીના વિજયને નકાર એને કોઈ પુરા નથી. મને તે લાગે છે કે, ગોદેશ પશ્ચિમ ભારતમાં હવે જોઈએ અને ચાણકયે તક્ષશિલામાં વિદ્યાભ્યાસ કરેલ છે જે એ, અને તેથી ચાણકય પંજાબ વિગેરેના પ્રદેશથી બહુ જ પરિચિત હજ પોતાના ઇછિત હેતને સિદ્ધ કરવા ત્યાં ઘૂખ્યો જ હશે. સંયુકસની સામે ચન્દ્રગુપ્ત
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy