________________
४९२
श्री मल्लिनाथ चरित्र मम चेद् मानसं सम्यक्, सम्यग्दर्शनवासितम् । तदत्र लोलकल्लोलविमलं जलमस्त्विति ॥२८९।। इत्युक्त्वा पाणिना हत्वा, भूतलं तत्क्षणाज्जलम् । आचकर्ष पपौ तच्च, पीयूषपरिपेशलम् ॥२९०॥ ततो यान्ती परिश्रान्ता, न्यग्रोधाऽधो न्यविक्षत । पान्थाः सार्थाऽऽगता दृष्ट्वा, तामूचुः काऽसि सुन्दरि !? ||२९१।। सोचे सार्थात् परिभ्रष्टा, निवसामि वने ननु । यास्यामि तापसपुरं, तद्वर्त्म मम कथ्यताम् ।।२९२।। ते प्रोचुः शक्नुमो नैव, मार्ग दर्शयितुं वयम् । आयान्तो सह गृह्णीमस्त्वां, क्वापि हि पुरे पुनः ॥२९३॥
(ઉછળતાં કલ્લોલ) થી વિમળ જલ થઈ જાવો.” (૨૮૯)
એમ કહી પગની પાનીથી ભૂતલને પ્રહાર કરી તેણે ત્યાં જળ ઉત્પન્ન કર્યું અને અમૃત સમાન તે જળનું તેણે પાન કર્યું. (૨૯૦)
આગળ ચાલતા થાકી જવાથી એક વટવૃક્ષની નીચે તે બેઠી. એવામાં કોઈ સાર્થના મુસાફરોએ તેને જોઈ અને પૂછ્યું કે, “હે સુંદરી ! તું કોણ છે !” (૨૯૧)
તે બોલી કે હું સાર્થથી ભ્રષ્ટ થયેલી વનમાં સમય પસાર કરૂં છું. મારે તાપસપુર જવું છે માટે ત્યાં જવાનો રસ્તો બતાવો (૨૯૨)
એટલે તે બોલ્યા કે, “તાપસપુરનો માર્ગ બતાવવા અમે શક્તિમાન નથી. પરંતુ બીજા કોઈ નગરમાં તારે જવું હોય તો અમારી સાથે ચાલ.” (૨૯૩)
પછી તેમની સાથે તે સાર્થમાં ગઈ. ત્યાં કરૂણાવંત ધનદેવ