________________
४५८
श्री मल्लिनाथ चरित्र प्रधानपुरुषाः प्रोचुर्नलं नाथ ! त्वया समम् । कथं नु वयमायामः, सेव्य: पट्टो यतोऽस्ति नः ? ॥१३२॥ तेनाद्य जगतीनाथ !, नागच्छामस्त्वया सह । तेऽधुना दवदन्ती च, मित्रं मन्त्री प्रिया सखा ॥१३३।। तदियं पादचारेण, कथं यास्यति वर्त्मनि ? । गृहाण तद्रथं नाथाऽनुगृहाण जनानमून् ॥१३४॥ अभ्यर्थनां प्रधानानामङ्गीकृत्य स कृत्यवित् ।
दवदन्त्या सहाऽऽरुह्य, रथं राजपथेऽचलत् ॥१३५।। રથાદિક આપતાં કૂબરનો નળરાજાએ નિષેધ કર્યો. (૧૩૧)
એટલે પ્રધાન પુરુષોએ નળને કહ્યું કે, “હે નાથ ! અમો તમારી સાથે શી રીતે આવી શકીએ? કેમ કે અમારે તો રાજયનો હુકમ માન્ય રાખવો પડે. (૧૩૨)
અમે રાજ્યના સેવકો છીએ. માટે હે જગતનાથ (પૃથ્વીનાથ)! એમાં અમારો તો કાંઈ જ અપરાધ નથી. હાલ તો આપને દમયંતી જ મિત્ર, મંત્રી, પ્રિયા, સહચરી છે. (૧૩૩)
તો એ સુકોમળ છે. તેથી રસ્તામાં પગે કેમ ચાલી શકશે? માટે હે નાથ ! આ રથને ગ્રહણ કરો અને આ સેવકલોકો પર અનુગ્રહ કરો.” (૧૩૪)
આ પ્રમાણેની પ્રધાનોની અભ્યર્થનાનો સ્વીકાર કરીને કૃત્યાકૃત્યના જાણનાર નળરાજા દમયંતી સામે રથમાં આરૂઢ થઈ રાજમાર્ગે ચાલ્યા. (૧૩૫)
એક વસ્ત્ર ધારણ કર્યું સ્નાનાર્થે ઉજવલ. નાગર નાગરી સહું રડે, દેખી દમયંતીની જંજાલ.