SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४५४ श्री मल्लिनाथ चरित्र जयशक्तिं च तत्सूनुं, नलो राज्ये न्यवेशयत् । नलस्य भरतार्धाऽभिषेकश्चक्रे च पाथिवैः ॥११४|| कोशलायामथायातो, नगर्यां कोशलेश्वरः । महेन महता भैम्या, सहाऽस्थात्पालयन् भुवम् ॥११५॥ कूबरो राज्यलुब्धस्तु, नलच्छलगवेषणम् । कुरुते प्रत्यहं दुष्टव्यन्तरः शुभपात्रवत् ।।११६।। नलश्च कूबरश्चापि, द्यूतासक्तिजुषावुभौ । जयं पराजयं चापि, लेभाते पाशपातनात् ॥११७।। “નિરીહલોકને રાજા કે રંક ઉપર સમાનદષ્ટિ હોય છે.” (૧૧૩) પછી નળરાજાએ કદંબના પુત્ર જયશક્તિને તેના રાજયપર સ્થાપન કર્યો અને સર્વ રાજાઓએ મળી નળરાજાને ભરતાર્થના સ્વામી તરીકેનો અભિષેક કર્યો. (૧૧૪). પછી તે દમયંતી સાથે મહોત્સવપૂર્વક કોશલાનગરીમાં આવ્યા અને સુખપૂર્વક રાજય પાળવા લાગ્યા. (૧૧૫) નળરાયને ઘુતરમણની ટેવ, ન્યાયવંત પણ ઉપની ટેવ હવે દુષ્ટવ્યતર જેમ શુભપાત્રના છિદ્ર જુએ તેમ રાજયલુબ્ધ કૂબર નિરંતર નળરાજાના છિદ્ર જોવા લાગ્યો. (૧૬) (કલંક છે ચંદ્રને હરણનું, કલંક છે કમળને કંટકનું, કલંક છે ચંદનવૃક્ષને નાગનું, કલંક છે જરાનું સ્ત્રીરત્નને, કલંક છે પંડિતને નિર્ધનતાનું, કલંક છે ધનવંતને કૃપણતાનું તેમ નળરાજાને કલંક્તિ કરનાર બને છે ઘુતારમણની ટેવ.) એકવાર નળ અને કૂબર બંને જુગારમાં આસક્ત થઈ ગયા. તેઓ પાસા નાંખતા હતા અને જય-પરાજય પામતા હતા. (૧૧૭)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy