________________
९०४
श्री मल्लिनाथ चरित्र एवं विशुद्धभावस्य, कुलध्वजमहामुनेः ।। उत्पेदे केवलज्ञानं, क्रमाद् निर्वाणमाप च ॥५४१।। इत्युक्ताऽऽह जगन्नाथो, यशश्चन्द्रमहीपते ! । पाल्यः कुलध्वजेनेव, नियमोऽन्यवधूजने ॥५४२॥ यतःदुर्गाह्या हि मनोवृत्तिः, स्त्रीणामुत्कलिकोत्तरा । किं केनाऽपि मिता, क्वापि समुद्रजलपद्धतिः ? ॥५४३॥ मधुरा कोमलाङ्गी वा, परस्त्री दुःखदायिनी । किं हिताय भवेत् स्पृष्टा, कालकूटस्य कन्दली ? ॥५४४॥ શ્રુત્વેતિ સ્વામિનઃ પ્રો: યશશ્ચન્દ્રઃ ક્ષમાપતિઃ | पञ्चभी राजपुत्राणां, सहौतमग्रहीत् ॥५४५।।
આ પ્રમાણે વિશુદ્ધભાવવાળા કુળધ્વજ રાજર્ષિને અનુક્રમે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને સર્વકર્મ ખપાવી તેઓ નિર્વાણપદને પામ્યા. (૫૪૧)
ઈતિ કુળધ્વજકુમાર કથા આ પ્રમાણેની કથા કહ્યા પછી શ્રીમલ્લિનાથ ભગવંત યશશ્ચંદ્ર રાજાને કહેવા લાગ્યા કે, “હે રાજન્ ! કુળધ્વજ રાજાની જેમ તારે પણ પરસ્ત્રીનો નિયમ પાળવો. (૫૪૨)
કારણ કે સ્ત્રીઓની દુર્ણાહ્ય મનોવૃત્તિ કામથી બહુ તરલિત હોય છે. સમુદ્રના જનતરંગો શું કોઈના માપવામાં આવ્યા છે? (૫૪૩)
વળી મધુર અને કોમળાંગી છતાં પરસ્ત્રી દુઃખદાયક છે. શું વિષલતાનો સ્પર્શ કરતાં કોઈને આનંદ થાય છે ? (૫૪૪)
આ પ્રમાણેની ભગવંતની વાણીથી યશશ્ચંદ્ર રાજાએ વૈરાગ્ય