________________
९०३
અષ્ટમ: સ:
कुवासनाघनश्लेष्मा, पातितस्तेन लीलया । निरन्तरं शुभध्यान स्यग्रहणयोगतः ॥५३६॥ मायावातं तमःपित्तं, मोहश्लेष्माणमुच्चकैः । ज्ञानदर्शनचारित्रौषधौघैरजयन्मुनिः ॥५३७॥ जगाम मोहनीयाख्या, भ्रमिस्तस्य महात्मनः । शर्कराकल्पया नित्यं, भास्वद्भावनयाऽनया ॥५३८॥ वशीचकार नित्यं स, दुर्द्धराणीन्द्रियाण्यपि । अनल्पेतरसङ्कल्पविकल्पपरिहारतः ॥५३९॥ कषायाः शमितास्तेन, दुर्जया अपि वैरिवत् । क्षमाप्रभृतिनिःशेषप्रतिपक्षपरिग्रहात् ॥५४०॥
શુભધ્યાનરૂપ નાસિકાવડે સુંઘવાની દવાના યોગે તેમણે એક લીલામાત્રમાં કુવાસનારૂપ સપ્ત શ્લેખ (સળેખમ) નો નાશ કર્યો. (૫૩૬)
વળી તે મહાત્માએ જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ ઔષધના યોગે માયારૂપ વાયુ, અજ્ઞાનરૂપ પિત્ત, મોહરૂપ સપ્ત શ્લેખનો જય કર્યો (પ૩૭).
શર્કરા સમાન સદા દેદીપ્યમાન ભાવનારૂપ ઔષધથી તે મહાત્માના દર્શન મોહનીયરૂપ ભ્રમનો વ્યાધિ દૂર થઈ ગયો. (૫૩૮)
વળી અલ્પ પણ સંકલ્પ વિકલ્પના પરિહારથી તેમણે દુર્ધર એવી ઇંદ્રિયોને વશ કરી લીધી. (પ૩૯)
ક્ષમા વિગેરે ગુણોના પરિગ્રહથી વૈરીની જેવા દુર્જય કષાયોને તેમણે શાંત કરી દીધા. (૫૪૦) १. नासिकाया हितं नस्यम्, शुभध्यानमेव नस्यमिति समन्वितिः ।