________________
८९६
श्री मल्लिनाथ चरित्र कामबाणेन देहस्य, भिद्यमानस्य मेऽधुना । तव सङ्गमसन्नाहं, विना न शरणं परम् ॥५०५।। ऊचे कुलध्वजो मातः !, परस्त्रीनियमो मम । भङ्ग नैतस्य कुर्वेऽहं, सुसिक्तस्येव शाखिनः ॥५०६।। श्रुत्वेति वचनं तस्य, विद्याभृत्प्राणवल्लभा । तं प्रति प्राहिणोत् पुष्पमभिमन्त्र्याऽथ विद्यया ॥५०७।। तत्प्रभावान्मुमूर्छाच्चैर्विषादिव नृपाङ्गजः । अज्ञायत निर्मनस्कोऽसंज्ञिपञ्चेन्द्रियोपमः ॥५०८।।
એક વૈરીએ બલાત્કારથી પકડી લીધો છે તે બુદ્ધિનિધાન ! તેના જ રૂપાંતરને પામેલ હોય એવો તું મારા દૃષ્ટિપથમાં આવ્યો છે. (૫૦૪)
અત્યારે કામદેવના બાણોથી ભેદતા આ મારાદેહને તારા સંગમરૂપ બદ્ધરવિના અન્ય કોઈ શરણભૂત નથી.” (૫૦૫)
આ પ્રમાણેના તેના વચનો સાંભળી કુલધ્વજ કુમાર બોલ્યો કે, “હે માત ! પરસ્ત્રીગમનનો મારે નિયમ છે. તેથી સારી રીતે સિંચેલા વૃક્ષની જેમ હું તેનો ભંગ કરવા ઇચ્છતો નથી.” (૫૦૬)
આ પ્રમાણેનું તેનું વચન સાંભળી તે વિદ્યાધરની વલ્લભાએ વિદ્યાથી મંત્રેલું એક પુષ્પ તે કુમાર પર નાંખ્યું. (૫૦૭)
એટલે વિષસમાન તે પુષ્પના પ્રભાવથી રાજકુમાર અત્યંત મૂચ્છ પામ્યો. અને મનરહિત અસંજ્ઞી પંચેન્દ્રિય સમાન થઈ ગયો. (૫૦૮).
એટલે કાષ્ઠની જેમ તેને ઉપાડી તે સ્ત્રીએ તેને સમુદ્રમાં નાંખી દીધો. “અહો ! પ્રેમથી ચંચળ એવી સ્ત્રીઓના નિર્દયપણાને