________________
८८६
श्री मल्लिनाथ चरित्र अङ्गानां वृद्धिमालोक्य, मेने दक्षः सखीजनः । अकालफलसंवित्तिभूरुहामिव भीतिदाम् ॥४५७॥ तद् देव्या जयमालायाः, स्थिताया विजने सखी । कथयामास निःशेषं, नीचीकृतमुखाम्बुजा ॥४५८|| दुःखाधीतगलद्वाक्यविद्यामिव नभश्चरीम् । अपश्यत् पृथिवीनाथो, जयमालां रहःस्थिताम् ॥४५९॥ अनात्मज्ञेन केनेह, तवाज्ञाखण्डनं कृतम् ? । अकाण्डे निजकान्ताया, देवि ! वैधव्यमिच्छता ॥४६०।।
સમુદ્રતટની જેમ તે શોભવા લાગ્યા (૪૫૬)
એના શરીરની વૃદ્ધિ જોતાં કુશળ સખી લોકોએ ધાર્યું કે, અકાળે વૃક્ષોમાં ફળસંપત્તિ આવે એ ભયકારક છે.” (૪૫૭)
એમ ચિંતવી પોતાના મુખકમળને નમ્ર રાખી તે સખીએ એકાંતમાં બેઠેલી જયમાળાને તે વૃત્તાંત કહી સંભળાવ્યો. (૪૫૮)
તે સાંભળતાં દુઃખથી અભ્યાસ કરેલ વિદ્યાના વાક્યથી ભ્રષ્ટ થયેલી વિદ્યાધરીની જેમ ચિંતામગ્ન બની તે ત્યાં જ બેસી રહી. રાજા ભવવાગરા વેશ્યાને શોધખોળ માટે બોલાવે.
રાજકુંવાર પકડાતા વધનો આદેશ કરાવે. આ બાજુ રાજા અંતેઉરમાં આવ્યો. ત્યારે એકાંતમાં બેઠેલી જયમાળા તેના જોવામાં આવી. (૪૫૯)
એટલે તેણે પૂછ્યું કે, “હે દેવી ! પોતાનું ભાન ભૂલી જઈ અનવસરે પોતાની સ્ત્રીને વિધવા બનાવવા ઇચ્છતા એવા ક્યા પુરુષે તારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે ?” (૪૬૦)