________________
૮૭૭
B: : देवाऽस्मिन् तुरगे यूयं, कुमारो वा कुलध्वजः । आरोहत्वपरो नैव, सोऽवादीदिति कोमलम् ॥४१३।। अथोचे भूपजो देव !, युष्मदादेशतोऽधुना । कृत्रिमाश्वं समारुह्य, वीक्ष्ये विश्वम्भरातलम् ॥४१४॥ आमेत्युक्ते नरेन्द्रेण, सूत्रकृत् कीलिकाद्वयीम् । गमनाऽऽगमनायाऽऽशु, कुमारस्य समर्पयत् ॥४१५।। तस्य पृष्ठेऽथ विन्यस्य, कीलिकां नृपनन्दनः । अलञ्चकार दार्वश्वं, नमस्कृत्य नरेश्वरम् ॥४१६॥ पश्यतां सर्वलोकानां, स्मयविस्मेरचक्षुषाम् ।
उत्पपात नभोमार्ग, वाजी दारुविनिर्मितः ॥४१७॥ કાષ્ટમય અશ્વ સત્વર બનાવીને રાજા પાસે રજુ કર્યો. (૪૧૨)
અને કોમળ શબ્દોમાં કહ્યું કે, “હે દેવ ! આ અશ્વ પર આપ અથવા આપનો કુળધ્વજકુમાર બિરાજમાન થાઓ. (૪૧૩)
એટલે રાજકુમાર બોલ્યો કે, “હે તાત ! આપનો હુકમ હોય તો આ કૃત્રિમ અશ્વ ઉપર બેસી હું વસુધાતલને જોઉ, (૪૧૪)
રાજાએ તેને આજ્ઞા આપી. એટલે સુતારે તરત આકાશમાં ગમનાગમનને માટે બે ખીલીઓ કુમારને અર્પણ કરી (૪૧૫).
પછી એક ખીલી તેની પીઠ પર સ્થાપન કરીને પોતાના પિતાને નમસ્કાર કરી રાજકુમાર કાષ્ઠના અશ્વપર બેઠો. (૪૧૬)
એટલે આશ્ચર્યથી વિસ્મય પામતા નયનવડે સર્વલોકોના દેખતાં તે કાષ્ઠમય અશ્વ ગગનમા ઉડ્યો અને ક્ષણવારમાં તો અદશ્ય થઈ ગયો. (૪૧૭)
એટલે લોકો આ પ્રમાણે તર્ક કરવા લાગ્યા કે, શું એ સ્વર્ગમાં