________________
८७४
श्री मल्लिनाथ चरित्र अथोचे भूपतेः पुत्रः, किं ते पत्युर्मनोहरम् । विज्ञानं विद्यते ब्रूहि, त्वमशेषं सुलोचने ! ? ॥३९७।। अत्रास्ति नगरे रम्ये, मत्पतिः सूत्रभृद्वरः । कन्दर्पो नाम रूपेण, कन्दर्प इव मूर्तिमान् ॥३९८॥ स चेत् काष्ठमयं चारु, निर्मिमीते तुरङ्गमम् । षण्मासान् यावदाकाशे, स भ्राम्यति सपौरुषम् ॥३९९।। श्रुत्वेति वचनं तस्या, राजपुत्रः सकौतुकः । ताभ्यां सह सभां राज्ञो, जगाम सपरिच्छदः ॥४००।। वृत्तान्तः कथितस्तेन, कुमारेण नृपाग्रतः ।
ततो राज्ञा समाहूतौ, लोहकृत्सूत्रधारकौ ॥४०१।। તારા પતિમાં કેવું રમ્ય વિજ્ઞાન છે તે કહી બતાવ.” (૩૯૭)
એટલે રથકારની પત્ની કહેવા લાગી કે, “આ રમ્યનગરમાં રૂપમાં સાક્ષાત્ કંદર્પ સમાન એવો કંદર્પ નામે મારો પતિ સૂત્રધાર (સુથાર) છે. (૩૯૮)
તે જો કાષ્ઠનો અશ્વ બનાવે તો તે અસ્વારસહિત આકાશમાં છ મહિના સુધી ભમ્યા કરે છે.” (૩૯૯)
આ પ્રમાણે તેના વચન સાંભળી કૌતુકી રાજપુત્ર પોતાના પરિવાર સાથે તે બંને સ્ત્રીઓ સહિત રાજસભામાં આવ્યો. (૪OO)
અને સમસ્ત વૃત્તાંત તેણે પોતાના પિતાને કહી સંભળાવ્યો. એટલે રાજાએ તે લુહાર અને સુથાર બંનેને બોલાવ્યા. (૪૦૧)
પછી આશ્ચર્યસહિત રાજાએ તે લુહારને લોખંડ અપાવ્યું એટલે તેણે તરત જ તે લોખંડનો એક મત્સ્ય બનાવ્યો. (૪૦૨)
અને તે મત્સ્યની પીઠ ઉપર તેણે એક ઓરડો બનાવ્યો.