________________
८७०
श्री मल्लिनाथ चरित्र अधः पद्मासनासीनं, शतशाखस्य शाखिनः । सेवकैरिव राजानं, मुनिवृन्दैः परिवृतम् ॥३७७।। वाचा मधुमुचा तत्र, कुर्वाणं धर्मदेशनाम् । मूर्तं धर्ममिवापश्यद्, मानतुङ्गाऽभिधं गुरुम् ॥३७८॥ युग्मम् विनीतवेषस्तत्पार्वे, गत्वा नत्वा यथाविधि । उचितासनमासीनः, श्रुतवान् धर्मदेशनाम् ॥३७९॥ दुष्टाष्टकर्मविस्तीर्णनेपथ्यान्तरितः सदा । नटवद् भवनाट्यऽस्मिन्, जन्तुर्विपरिवर्तते ॥३८०॥ बध्यते जीवसारङ्गः, स्वेच्छया संचरन्नपि ।
पुरन्ध्रीरूपपाशाद्यैः, कामव्याधेन दुधिया ॥३८१॥ સેવકોથી રાજાની જેમ મુનિઓથી પરિવૃત્ત, (૩૭૭)
મધુરવાણીથી ધર્મદેશના આપતા જાણે સાક્ષાત્ ધર્મ હોય તેવા માનતુંગ નામના ગુરૂ તેના જોવામાં આવ્યા. (૩૭૮)
એટલે વિનયપૂર્વક તેમની પાસે જઈ યથાવિધિ નમસ્કાર કરી ઉચિતાસને બેસી તે ધર્મદેશના સાંભળવા લાગ્યો :- (૩૭૯).
સંસાર રંગભૂમિ-કર્મો નચાવે નાચ. પરસ્ત્રીગમન નિવારો- એહવી મુનિની વાચ. આ ભવરૂપ નાટકમાં આ જીવ દુષ્ટ અષ્ટકર્મ રૂપ વિસ્તીર્ણ નેપથ્યને ધારણ કરી નિરંતર નટની જેમ પોતાના રૂપને ફેરવ્યા કરે છે. (૩૮૦)
વળી તેમાં સ્વેચ્છાએ સંચરવા છતાં પણ દુષ્ટકામરૂપ વ્યાધ (શિકારી) સ્ત્રીરૂપ પાશથી જીવરૂપ સારંગ (હરણ)ને બાંધી લે છે. (૩૮૧)