________________
८६८
श्री मल्लिनाथ चरित्र विहृत्य सुचिरं धात्र्यां, प्रतिबोधपरायणौ । शिवामचलस्वरूपां, प्रापतुर्मोक्षसम्पदम् ॥३६८।। तत्छ्रुत्वा तापसाः सर्वे प्रशान्तहृदयास्ततः । अगृह्णन् स्वामिनः पार्वे दीक्षां सर्वज्ञभाषिताम् ॥३६९॥ ततश्च भगवांस्तस्माद्, विहरन् मदिरावतीम् । पुरीं शक्रपुरी लक्ष्म्या, ययौ त्रिभुवनार्यमा ॥३७०।। તત્ર રીના યશશ્ચન્દ્ર, પ્રત્યા ઐત્રિપટ: I तदैव स्वर्वधूरूपं, द्रष्टुं प्रापाऽन्तिके प्रभोः ॥३७१॥
ચિરકાળ વસુધા પર વિચરીને પ્રાંતે અચળ સ્વરૂપી અને કલ્યાણકારી મોક્ષ સંપત્તિને પામ્યા. (૩૬૮)
ઇતિ ચંડરૂદ્રાચાર્ય કથા આ પ્રમાણે કથા સાંભળી સર્વે તાપસોના અંતર શાંત થઈ ગયા અને તેમણે ભગવંતની પાસે સર્વજ્ઞકથિત ધર્મ સાંભળી દીક્ષા ધારણ કરી. (૩૬૯).
પછી ત્યાંથી વિહાર કરતાં ત્રિભુવનમાં સૂર્ય સમાન, ભગવંત લક્ષ્મીવડે અમરાવતી સમાન શોભતી મદીરાવતી નામની નગરીએ પધાર્યા. (૩૭૦)
ત્યાં સ્વભાવે સ્ત્રીલંપટ યશશ્ચંદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. ભગવંત આવ્યા સાંભળી ત્યાં દેવાંગનાઓ આવવાની સંભાવનાથી તે રાજા દેવાંગનાઓના રૂપ જોવા ભગવંતની પાસે આવ્યો. (૩૭૧)
એટલે તેને બોધ પમાડવાના હેતુથી ભગવંતે ધીરવાણીથી