________________
८६६
श्री मल्लिनाथ चरित्र कराब्जमुक्तावल्लोकमखिलं पश्यतः सतः । सुखेन नयतः सूरिं, विभाति स्म विभावरी ॥३६०॥ मूर्तिमत्क्रोधसप्ताचेालां रुधिरधोरणीम् । क्षरन्ती सूरिरैक्षिष्ट, शिष्यमस्तकपर्वतात् ॥३६१।। नवव्रतोऽप्यऽसौ धन्यो, नैव पूर्वव्रतोऽप्यऽहम् । अक्षमाऽभूद् ममेदृक्षा, क्षान्तिरस्येदृशी परम् ॥३६२।। सच्चारित्रं मया प्रोक्तं, कृताः सिद्धान्तवाचिकाः । परं क्षान्तिर्मया नैव, चक्रे साधुजनोचिता ॥३६३॥
રોમાંચિત થઈ પ્રતિદિન પોતાના ગુરુની ભક્તિપૂર્વક સેવા કરે છે. અને હું તો ઉલટો ગુરુને કષ્ટ ઉપજાવનારો થઈ પડ્યો છું.” (૩૨૯)
આ પ્રમાણે ક્ષમાપૂર્ણ મનથી શુભભાવના ભાવતાં તે શિષ્યને સર્વપર્યાયના તત્ત્વને સૂચવનારૂં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. (૩૬૦)
એટલે હસ્તકમળમાં રહેલા મુક્તાફળની જેમ સમસ્ત લોકને જોતા તે મુનિ સુખપૂર્વક આચાર્ય મહારાજને સુમાર્ગે લઈ જવા લાગ્યા. એવામાં પ્રાત:કાળ થયો. (૩૬ ૧).
એટલે શિષ્યના મસ્તક ઉપર પર્વતપરથી ઝરતી જાણે સાક્ષાત્ કોપાગ્નિની જવાળા હોય તેવી રૂધિરની ધારા તે આચાર્યના જોવામાં આવી (૩૬૨).
એટલે તેણે વિચાર કર્યો કે, “અહો ! આ મુનિ નવદીક્ષિત છતાં ધન્ય છે અને હું પૂર્વદીક્ષિત છતાં અધન્ય છું. મેં આવો તીવ્ર ક્રોધ અને આક્રોશ કર્યો છતાં એણે અપૂર્વ ક્ષમા જ રાખી (૨૬૩)