________________
४४२
श्री मल्लिनाथ चरित्र भूपा भूपालपुत्राश्च, तत्र लावण्यशालिनः । एकैकशोऽधिका लक्ष्म्या, त्वरितास्तत्र चाययुः ॥५८॥ तत्र दूतसमाहूतो, निषधोऽपि समाययौ । पुत्रावपि समं तेनाऽऽजग्मतुर्नलकूबरौ ॥५९।। सर्वेषामपि भूपानां, स्वागतं कुण्डिनेश्वरः । चकार युज्यते ह्येतदागतेऽभ्यागते जने ॥६०॥ अचीकरदथो भीमः, स्वयंवरणमण्डपे । मञ्चास्तदन्तःसौवर्णसिंहासनमनोहरान् ॥६१॥ आययुस्तत्र राजानो, दिव्यालङ्कारभासुराः । निषेदुरथ मञ्चेषु, कुर्वाणाः स्फुटचेष्टितम् ॥६२॥ અનેક રાજાઓ અને રાજપુત્રો સત્વર ત્યાં આવી પહોચ્યા. (૫૮)
તે વખતે ખાસ દૂત મોકલીને બોલાવેલ નિષધ રાજા પણ પોતાના નલ અને કુબર નામના બંને પુત્રો સાથે ત્યાં આવ્યા. (૫૯)
ત્યાં આવેલા સર્વરાજાઓનો ભીમરાજવીએ યથાયોગ્ય સત્કાર કર્યો. કારણ કે, અભ્યાગત આવે તેનો સત્કાર કરવો ઉત્તમજનોને યોગ્ય છે.” (૬૦)
સખી મુખે સુણી રાજવીઓની ગુણમાલા.
પુણ્ય ઠરે નળરાજના કંઠે વરમાલા. પછી ભીમરાજાએ સ્વયંવરમંડપના અંદરના ભાગમાં સુવર્ણ સિંહાસનથી મનોહર મંચો રચાવ્યા. (૬૧)
નક્કી કરેલા સમયે દિવ્યાલંકારોથી દેદીપ્યમાન રાજાઓ ત્યાં આવ્યા અને અનેક પ્રકારની ચેષ્ટા કરતા તેઓ પોતપોતાના સિંહાસન પર બેઠા. (૬૨)