________________
અષ્ટમ: સ
अतुलं मङ्गलं धर्मो, धर्मः पापद्रुमाऽनलः । धर्मश्चतुर्गतिक्रोडनिपतज्जन्तुधारकः ॥११६॥
उत्तिष्ठन्तं शयानं च, नमस्कारपरायणम् । दृष्ट्वाऽथ श्रेष्ठिनं देवपालः पप्रच्छ भद्रकः ॥ ११७॥ श्रेष्ठिन्नहर्निशं मन्त्रकल्पं किमिदमुच्यते ? | असावाह महाभाग !, विद्यतेऽस्य महाफलम् ॥११८॥
अधनानां धनं रूपहीनानां रूपमुत्तमम् । रोगिणां रोगनिर्वाशं, नमस्कारः करोत्यसौ ॥ ११९ ॥
श्रुत्वेति श्रेष्ठिनो वाक्यं, देवपालः शुभाशयः । परमेष्ठिमहामन्त्रमपाठीत् सर्वकामदम् ॥१२०॥
८१५
કીર્તિ મળે છે. ધર્મ એ અતુલ મંગળ છે. (૧૧૫)
પાપરૂપ વૃક્ષને તે અગ્નિ સમાન છે. ચારગતિરૂપ સંસારમાં પડતા પ્રાણીઓને તે બચાવનાર છે.” (૧૧૬)
પછી ઉઠતાં બેસતાં અને સુતાં નમસ્કારમંત્રને ગણતાં તે શેઠને જોઈને ભદ્રક દેવપાળે તેને પૂછ્યું કે, (૧૧૭)
“હે શ્રેષ્ઠિન્ ! આ મંત્ર જેવું આપ દરરોજ શું બોલ્યા કરો છો ? શેઠે કહ્યું કે, હે મહાભાગ ! એ મંત્રથી મહાફળ પ્રાપ્ત થાય છે. (૧૧૮)
ધનહીનનું તે ધન છે. રૂપહીનનું તે ઉત્તમરૂપ છે. એ નમસ્કારમંત્રથી રોગીજનોના રોગ નાશ પામે છે.” (૧૧૯)
આ પ્રમાણેના શેઠના વચન સાંભળી શુભાશયવાળો દેવપાળ સર્વ ઇચ્છિતને આપનાર તે પરમેષ્ઠિ-મહામંત્ર શેઠની પાસેથી શીખ્યો. (૧૨૦)