________________
८१२
श्री मल्लिनाथ चरित्र पूर्वोपार्जितदारिद्ा, पुण्यर्धे(रतो गमत् । पूर्वस्त्रैहादिवैतस्य, डुढौके क्षणमात्रतः ॥१०१॥ सबन्धुः शून्यचेतस्को, भ्राम्यन् भूतार्तवद् भृशम् । पुरं चन्द्रपुरं प्राप, कुशाग्रमुखमण्डनम् ॥१०२।। गतस्तत्राऽशृणोदेष, श्रीसर्वज्ञोऽत्र देवता । कोऽप्यस्ति यो ममोपायं, घटस्य घटयिष्यति ॥१०३।। ध्यात्वेति स्वामिनं नत्वा, भद्रको भद्रकाशयः । उपाविक्षत् सभामन्तर्वीक्षमाणः प्रभुश्रियम् ॥१०४।। चित्रकुम्भार्जनोपायं, हृदये ध्यातवानसि । श्रुत्वेति तद्गिरः सत्यमसौ सर्वज्ञदेवता ॥१०५।।
એટલે પુણ્યસમૃદ્ધિના આવવાથી દૂર થયેલું પૂર્વોપાર્જિત દારિદ્રય જાણે પૂર્વના સ્નેહથી જ આવ્યું હોય તેમ એક ક્ષણમાત્રમાં આવીને તેને ભેચ્યું. (૧૦૧) - કુંભ ભાંગી જતાં ભૂતાર્નની જેમ અત્યંત શૂન્ય મનસ્ક બની તે બંધુરહિત ભમતો ભમતો કુશાગ્રદેશના મુખમંડનરૂપ ચંદ્રપુર નામના નગરમાં આવ્યો. (૧૦૨)
ત્યાં જતાં તેણે સાંભળ્યું કે, “અહીં કોઈ સર્વજ્ઞ દેવ પધાર્યા છે.” એટલે હવે તે મારા ઘટનો કંઈક ઉપાય બતાવશે. (૧૦૩)
એમ વિચારી તે તેમની પાસે આવ્યો. અને ભગવંતને નમસ્કાર કરી સરલાદયવાળો તે તેમની પાસે આવ્યો અને સમવસરણમાં ભગવંતની લક્ષ્મીને જોતો બેઠો. (૧૦૪)
ભગવંતે તેને કહ્યું કે, હે ભદ્ર ! તું ચિત્રકુંભ મેળવવાનો ઉપાય અંતરમાં વિચારે છે ?