________________
अनाथानामियं नेत्री, निःसखानामियं सखी । अगुरूणामियं गुर्वी, रत्नाकरतनूद्भवा ॥१६॥ अन्यदा सुजनास्तेन, मीलिताः शुभपर्वणि । भोजिता विविधैर्भोज्यैर्वस्त्रैश्च प्रतिलाभिताः ॥९७।। ततस्ते सुजना हर्षाद्, ननृतुर्लयबन्धुरम् । सोऽपि चित्रघटं मौलौ, विधायाऽऽनन्दमन्दिरम् ॥९८॥ हस्ताभ्यां तेन तालायां, प्रदत्तायां प्रमादतः । पपात मौलितः कुम्भो, बभञ्जाऽप्याऽऽमपात्रवत् ॥९९॥ युग्मम् एतत् सर्वं तिरोजज्ञे, गन्धर्वनगरोपमम् । घटभङ्गादिवैतस्य, भङ्गं पुण्यानि लेभिरे ॥१००।।
સખી છે અને ગુરુ રહિતની એ ગુરુ છે. (૯૬)
આનંદે ખેલકૂલ કરતાં - મસ્તકથી કુંભ પડતાં. એકવાર કોઈ પર્વ દિવસે તેણે પોતાના સર્વ સ્વજનોને એકત્ર કર્યા અને વિવિધ ભોજનો તથા વસ્ત્રોથી તેમનો સત્કાર કર્યો. (૯૭)
એટલે હર્ષને લીધે લયપૂર્વક તેઓ નૃત્ય કરવા લાગ્યા. આથી તે પણ આનંદમાં મંદિરરૂપ તે કુંભને મસ્તક પર રાખી (૯૮) - બંને હાથથી તાલ દેવા લાગ્યો. એવામાં પ્રમાદવશ તે કુંભ તેના મસ્તક ઉપરથી પડી ગયો. અને કાચી માટીના પાત્રની જેમ તરત ભાંગી ગયો. (૯૯)
એટલે ગાંધર્વનગરની જેમ તેનાથી થયેલું બધું અદશ્ય થઈ ગયું. કુંભ ભાંગી જતા તેના પુણ્ય પણ ભાંગી ગયા. (૧૦૦) ૨. તિરોમૂતમિત્યપિ !