________________
મ9: :
८०९ विद्याभिमन्त्रितं किं वा, चित्रं कुम्भमिमं शुभम् ? । एतद् विचिन्त्य सम्यक् त्वं, वद वाञ्छितमात्मनः ॥८६।। ग्रामीणश्चिन्तयामास, यदि विद्याक्षरं मम । एकं तु विस्मृतं दैवात्, तदा का नाम मे गतिः ? ॥८७॥ अयं चित्रघटो मेऽस्तु, सर्वाभिष्टार्थसार्थदः । विमृश्येत्यवदत् गोधो, देवार्पय घटं मम ॥८८॥ विद्यासिद्धेन स घटः, प्रदत्तः कल्पवृक्षवत् । यत्प्रभावेन सर्वेऽर्थाः, सम्पद्यन्ते समीहिताः ॥८९।। असौ चित्रघटं प्राप्य, शासनाप्तनिधानवत् । एवं विचिन्तयामास, स्वग्रामाभिमुखं व्रजन् ॥९॥ હે ભદ્ર ! ઇચ્છિત લક્ષ્મીના મહાસાગરરૂપ વિદ્યા તને આપું? (૮૫)
કે તે વિદ્યાથી અભિમંત્રિત આ શ્રેષ્ઠ ચિત્રઘટ આપું ? એનો બરાબર વિચાર કરીને તેને ગમે તે માંગ. (૮૬).
એટલે તે ગામડીઓ વિચારવા લાગ્યો કે, જો દૈવયોગે વિદ્યાનો એકાદ અક્ષર વિસ્મૃત થઈ જાય તો મારી શી દશા થાય? (૮૭)
માટે સર્વ અભીષ્ટાર્થ આપનાર આ તૈયાર ચિત્રઘટ જ માંગી લઉં. એમ ચિંતવી તે બોલ્યો કે, “હે દેવ ! મને ચિત્રઘટ આપો.” (૮૮)
એટલે તે સિદ્ધપુરુષે કલ્પવૃક્ષ સમાન તે ચિત્રઘટ તેને આપ્યો કે જેના પ્રભાવથી તેના ઇચ્છિત અર્થો તેને સંપ્રાપ્ત થાય. (૮૯)
પછી પોતાની ઇચ્છાનુસાર પ્રાપ્તનિધાનની જેમ ચિત્રઘટ પામી પોતાના ગામ ભણી જતાં તે ચિંતવવા લાગ્યો કે, (૯૦)