________________
७९२
श्री मल्लिनाथ चरित्र तत्राऽभूनास्तिको राजाऽभिधानादास्तिकः पुनः । अध्यक्षप्रमितिवादी, पञ्चभूतस्थितौ रतः ॥६॥ सर्वज्ञः प्राप इत्युच्चैः, श्रुत्वा कोपनमानसः । विवादायाऽऽस्तिको राजा, गतवान् स्वामिसंनिधौ ।।७।। उवाच जगतां स्वामी, गिरा तत्त्वकिरा स्वयम् । जीवाजीवादितत्त्वानि, सद्दष्टान्तानि सप्तधा ॥८॥ अथ दध्याविति क्षोणीपालो हृदि विमोहवान् । असदेतदिहाध्यक्षप्रमाणाविषयत्वतः ॥९॥ प्रभुरूचे महीपाल !, नास्तिता याऽस्ति ते हृदि । तवैवाऽपेक्षया सेयमथवा सर्वदेहिनाम् ॥१०॥ કુશાવર્તદેશના ભૂષણરૂપ ચંદ્રપુરનગરે પધાર્યા. (૫)
ત્યાં આસ્તિક નામે રાજા રાજ્ય કરતો હતો. પરંતુ તે નાસ્તિક હતો તેથી પ્રત્યક્ષ પ્રમાણ અને પંચભૂતની સ્થિતિને જ માનતો હતો. (૬)
તેણે “અહીં સર્વજ્ઞ પધાર્યા છે.” એમ સાંભળ્યું અને મનમાં ક્રોધ ધારણ કરી તે ભગવંતની સાથે વિવાદ કરવા આવ્યો. (૭)
જિનશાસનને ધન ધન. જગતસ્વામીએ તત્ત્વપ્રકાશકવાણીથી દૃષ્ટાંતો સહિત જીવાજીવાદિ સાત તત્ત્વોનું સ્વરૂપ તેને કહી સંભળાવ્યું. (૮)
એટલે તે અંતરમાં વ્યામોહ પામી વિચારવા લાગ્યો કે, “એ તત્ત્વો સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય ન હોવાથી અસત્ છે.”
(૯)
તેના હૃદયભાવને જાણી ભગવંત બોલ્યા કે, “હે રાજન્ !