________________
૭૭૭
સપ્તમ: સf इतश्च श्रीमहावीरो, भिक्षायै पर्यटन् पुरि । पुण्यराशिरिवैतस्या, मूर्तिमान् समुपागमत् ॥१०९८॥ અહો ! અહો ! તા:પાત્ર, નિયઝિયાં મુનિ ! कोऽपि कोऽपि महासत्त्वः, स्वशरीरेऽपि निर्ममः ॥१०९९॥ ईदृक्षाय तपःस्थाय, पुरा जन्मनि नो मया । प्रदत्तं किञ्चन क्वापि, तदवस्थाऽजनीदृशी ॥११००॥ अथवा मे महत्पुण्यं, यदसावागतो मुनिः । उच्छसतीव मे चित्तममुष्मात् खेदभागपि ॥११०१।। ध्यात्वेति चन्दनाऽचालीत्, कुल्माषान्वितसूपिका । एकं पादं ददावन्तस्तदेहल्याः परं बहिः ॥११०२॥ ભમતાં શ્રીમહાવીરપ્રભુ ત્યાં પધાર્યા (૧૦૯૮)
તેમને જોઈ ચંદના ચિંતવવા લાગી કે, “અહો ! તપના પાત્ર મોક્ષલક્ષ્મીના સ્વામી, મહાસત્ત્વવંત, પોતાના શરીરપર નિર્મમ એવા તપસ્વીને મેં પૂર્વે કાંઈ દાન આપેલું નથી તેથી જ મારી આ અવસ્થા થઈ છે. (૧૦૯૯-૧૧૦૦).
અત્યારે તો મારો ભાગ્યોદય જણાય છે. જેથી આ મહામુનિ અહીં પધાર્યા છે. તેમને જોતાં મારું મન ખિન્ન છતાં શાંતિ પામે છે.” (૧૧૦૧)
આ પ્રમાણે વિચાર કરી અડદ સહિત સુપડાને લઈ ચંદના આગળ ચાલી અને એક પગ બારણાની અંદર અને બીજો પગ બહાર મૂક્યો. (૧૧૦૨)
પણ ગાઢ બેડીને કારણે બારણાની આગળ જવાને અસમર્થ હોવાથી તે ત્યાં જ ઊભી રહી.