________________
७७०
श्री मल्लिनाथ चरित्र तदंहिक्षालकः कोऽपि, नासीद् दासीमुखो जनः । विनयाच्चन्दनोत्थाय, निषिद्धा श्रेष्ठिनाऽपि हि ॥१०६६।। पादौ क्षालयितुं भक्त्या, प्रावर्तिष्ट विशिष्टधीः । भवेत् कुलप्रसूतानां, विनयो मण्डनं यतः ॥१०६७॥ सुभगः केशपाशोऽस्या, निपतन् पङ्किलक्षितौ । लक्ष्यते स्म मुखैणाङ्कभयात्तम इव व्रजन् ॥१०६८।। मा भूदेतहि वत्सायाः, पङ्किलः कचसञ्चयः । इति यष्ट्या दधारोच्चैः, पितृवत् प्रेमलालसः ॥१०७०॥ આવી “હા” એવા શબ્દનો ઉચ્ચાર કરી આસન પર બેઠો. (૧૦૬૫)
તે વખતે તેના પગ ધોનાર દાસી વિગેરે કોઈ હાજર નહોતું. તેથી શેઠે ના કહ્યા છતાં ચંદના વિનયથી ઊઠી (૧૦૬૬).
વિશિષ્ટ બુદ્ધિવાળી ચંદના ભક્તિપૂર્વક શેઠના પગ ધોવા લાગી. કારણ કે વિનય એ કુલીનલોકોને એક મંડનરૂપ છે. (૧૦૬૭)
તે વખતે પંકિલભૂમિમાં પડતો સુંદર કેશપાશ જાણે મુખરૂપ ચંદ્રના ભયથી નાસતો અંધકાર હોય તેવો ભાસવા લાગ્યો. (૧૦૬૮)
એટલે પુત્રીના કેશો પંકમાં પડીને ન બગડે. એવા ઈરાદાથી પિતાની જેમ પ્રેમાળ શ્રેષ્ઠીએ લાકડી વતી તેને ઉંચે ધરી રાખ્યા. (૧૦૬૯).
એ વખતે દૂર ગવાક્ષમાં બેઠેલી મૂળાએ તે જોઈને વિચાર કર્યો કે, “જે મેં ચિંતવ્યું હતું તે સત્ય કર્યું. એના કેશપાશને