________________
४३२
ताभ्यामनुमतः सोऽष्टापदं प्राप ततो मुनिः । आर्हतं तौ पुनर्धर्मं, पालयामासतुश्चिरम् ॥१२॥ निन्येऽन्यदा वीरमती, धर्मस्थैर्यप्रवृद्धये । देव्या शासनवाहिन्याऽष्टापदे पुण्यसंप्रदे ||१३||
प्रतिमां पूजयन्ती सा, परमानन्दमाप च । वन्दित्वा पुनरप्यागात्, स्वपुरे देवतावशात् ॥ १४॥ सा विंशतिमाचाम्लानि, चक्रे जिनं जिनं प्रति । चतुर्विंशतिसंख्यानि, तिलकान्यप्यकारयत् ॥ १५॥
श्री मल्लिनाथ चरित्र
તેથી તે બંને ધર્માભિમુખ થયા અને મુનિને પ્રતિલાભ્યા (૧૧)
પછી તેમણે અનુમતિ આપી એટલે તે મુનિ સાર્થની ભેળા થઈને અષ્ટપદ પર આવ્યા અને તે બન્નેજણા ચિરકાળ પર્યંત આર્હદ્ધર્મ પાળવા લાગ્યા. (૧૨)
લઈ જાય અષ્ટાપદ શાસનદેવતા.
કરે સુરાસુરપૂજિત પ્રતિમા, કરે મનોહર પૂજના. એકવાર ધર્મસ્થિરતામાં વૃદ્ધિ કરવા માટે શાસનદેવી વીરમતીને પુણ્યને વધારનાર અષ્ટાપદ ગિરિપર લઈ ગઈ. (૧૩)
ત્યાં જિનપ્રતિમાની પૂજા કરતાં તે પરમાનંદ પામી પછી ત્યાં વંદના કરીને દેવીની સહાયતાથી તે પુનઃ પોતાના નગરમાં આવી. (૧૪)
પછી તેણે દરેક શ્રીજિનેશ્વરની આરાધના નિમિત્તે વીશ-વીશ આયંબિલ કર્યા (૪૮૦) અને ચોવીસે જિનના રત્નના તિલક કરાવ્યા. (૧૫)
એકવાર અષ્ટાપદ પર જઈ સ્નાત્રપૂજાપૂર્વક પ્રતિમાઓના