________________
७३८
श्री मल्लिनाथ चरित्र શ્રીમો ચાવત્ નાથ !, ધનસેનઃ કૃતાર્થથી: I यस्येदृक्षं मनो धर्मे, सुस्थितं परमार्थतः ।।९१५॥ वरं पुरं शरीरं च, द्रविणं च त्यजन्त्यपि । त्यजन्त्यऽभिग्रहं नैव, जीवितव्यव्ययेऽपि हि ॥९१६।। पौषधव्रतदृष्टान्तं, स्वामिन् ! श्रोतुं समुत्सुकः । केषां तृप्यन्ति चेतांसि, यौष्माकीणवचः श्रुतौ ? ॥९१७॥ अथाऽभ्यधाद् जिनो मल्लिः, संदेहध्वान्तभास्करः । माकन्दफलसप्रीत्या, गिरा तत्त्वकिरा भृशम् ॥९१८|| पौषं दत्ते क्रमाद् ध्यानधर्मस्य शुभदायिनः । इति निष्पत्तितः प्राहुस्तत्त्वज्ञाः पौषधव्रतम् ॥९१९॥ પાલન કર્યું તેમ બીજાઓએ પણ તે વ્રત પાળવું.” (૯૧૪)
એટલે કુંભરાજા બોલ્યા કે, ખરેખર તે ધનસેન કૃતાર્થ થયો કે જેથી ધર્મમાં પરમાર્થની ભાવના દઢ હતી. (૯૧૫)
ભાગ્યશાળી જીવો નગર, શરીર કે દ્રવ્યનો ત્યાગ કરવા તત્પર હોય છે. પણ જીવિતવ્યનો નાશ થવા છતાં પણ પોતાના અભિગ્રહનો ત્યાગ કરતા નથી.” (૯૧૬)
પછી કુંભરાજાએ કહ્યું કે, “હે સ્વામિન્ ! હવે પૌષધવ્રત સાંભળવાની મને ઉત્કંઠા છે. આપના વચન સાંભળતાં કોનું મન તૃપ્ત થાય ? (૯૧૭)
કુંભરાજાની આવી ઇચ્છા હોવાથી સંદેહરૂપ અંધકારને રવિ સમાન શ્રીમલ્લિનાથ ભગવંત આમ્રફલ સમાન તત્ત્વને સ્ત્રવનારી વાણી વડે બોલ્યા કે, (૯૧૮)
કલ્યાણકારી ધર્મધ્યાનને જે પોષણ આપે છે તેને તત્ત્વજ્ઞો